મૃતદેહ નદી માંથી મળી આવ્યો:કવિઠા પૂર્ણા નદીમાં ડૂબનાર યુવકનો મૃતદેહ 48 કલાક બાદ મળી આવ્યો

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવક 6 જાન્યુઆરીના રોજ નદીમાં માછલી પકડવા ગયો હતો

મહુવા તાલુકાના કવિઠા ગામે પૂર્ણા નદીમાં માછલી પકડવા ગયેલ 26 વર્ષીય યુવાન સંજયભાઈ હળપતિ અચાનક ઉંડા પાણીમાં ડૂબી ગયો હતો.સરપંચ અને ફાયર વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી યુવાનની શોધખોળ હાથ ધરી હતી. અંતે 48 કલાક બાદ યુવાનનો મૃતદેહ નદી માંથી મળી આવ્યો હતો.

કવિઠા ગામે રેહતો 26 વર્ષીય યુવાન સંજયભાઈ હળપતિ તા-6 જાન્યુઆરીના રોજ ગામની સીમમાંથી પસાર થતી પૂર્ણા નદીમાં માછલી પકડવા ગયો હતો. તે દરમિયાન સાંજે અચાનક ઉંડા પાણીમાં ડૂબી ગયો હતો. ઘટના અંગે ગામના સરપંચને જાણ થતા સરપંચ હેમંતભાઈ પટેલ દ્વારા મહુવા પોલીસ અને ફાયર વિભાગને જાણ કરતા યુવાનની શોધખોળ હાથ ધરી હતી.બારડોલી તેમજ અન્ય સુરત ફાયર બ્રિગેડની ટીમની મદદ લેવામા આવી હતી.

બીજા દિવસે મોડે સાંજ સુધી પાણી વધુ હોવાથી યુવાનની કોઈ ભાળ મળી ન હતી.48 કલાકથી વધુ સમય થવા છતા યુવાનની ભાળ ન મળતા પરિવારજનો નિરાશ થયા હતા. સરપંચ હેમંતભાઈ દ્વારા મહુવા મામલતદારને પત્ર લખી યુવાનની શોધખોળ હાથ ધરવા માટે એન.ડી.આર.એફ ટીમની માંગણી કરી હતી. ત્યારબાદ તા-9/01/2023ને સોમવારના રોજ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...