શોધખોળ:સણવલ્લા પાસે નહેરમાંથી યુવકની લાશ મળી આવી

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૃતકની ઓળખ માટે કવાયત શરૂ

મહુવા તાલુકાના સણવલ્લા ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠાની માઇનોર નહેરમાં અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. મહુવા તાલુકાના સણવલ્લા ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠાની માઇનોર નહેરના પાણીમાં લાશ જોવા મળતા ગામના સરપંચ દ્વારા મહુવા પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસ તપાસમાં ડીકમ્પોઝ હાલતમાં મળેલ અજાણ્યા પુરુષની ઉંમર વર્ષ આશરે 25થી 30 વર્ષનું હોવાનુ તેમજ યુવાનના શરીર પર લાંબીબાયનું સફેદ કલરનું લાઇનિંગ વાળું શર્ટ અને બ્લ્યુ કલરનો જીન્સ પેન્ટ પહેરેલ હોવાનું જાણવા મળ્યું હતું. મહુવા પોલીસે હાલ લાશનો કબ્જો મેળવી લાશને પોસમોર્ટમ માટે રાખવામાં આવી છે જોકે પોસમોર્ટમ થયા બાદ જ મોતનું ચોક્કસ કારણ બહાર આવશે. હાલ મહુવા પોલીસે મૃતક યુવાનના વાલી વારસાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...