તપાસ:વેલણપુર કેનાલમાંથી વાલોડ શાહપોરના યુવકની લાશ મળી

મહુવા22 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહુવા તાલુકા વેલણપુર ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠા કેનાલમાંથી શુક્રવારે વાલોડ તાલુકાના 40 વર્ષીય ગુમ યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસે લાશનો કબ્જો લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકાના વેલણપુર ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠા કેનાલમાં શુક્રવારે સવારે એક પુરુષની શંકાસ્પદ હાલતમાં લાશ જોવા મળતા આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં જ મહુવા પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચી લાશનો કબ્જો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ તપાસ દરમિયાન મૃતક યુવાન વાલોડ તાલુકાના શાહપોર ગામનો હોવાનુ બહાર આવ્યુ છે. શાહપોર ગામનો ગુમ યુવાન નીતિન મોરી (ઉ.વ.40) નો મૃતદેહ હોવાનું બહાર આવ્યુ છે.આ બનાવ અંગે મહુવા પોલીસે લાશનો કબ્જો લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...