તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:કુમકોતર નદીમાં ડૂબેલા યુવકનો મૃતદેહ ચોથા દિવસે મળી આવ્યો

મહુવા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિવાર મંગળવારે જોરાવરપીર આવ્યો હતો

મહુવા તાલુકાના કુમકોતર ગામે જોરાવર પીર દરગાહ પર મન્નત પુરી કરી અંબિકા નદીમાં ન્હાવા પડલે સુરતના એક પરિવારના પાંચ સભ્યો ડૂબી ગયા હતા, જે ઘટનામાં તંત્રએ બે દિવસમાં ચાર મહિલાના મૃતદેહ નદીના પાણીમાંથી બહાર કાઢ્યા હતા.જ્યારે ચોથા દિવસે 22 વર્ષીય યુવાનનો મૃતદેહ ઘટના સ્થળેથી જ ડિકમ્પોઝ મળ્યો હતો. લગ્નને એક માસ પૂર્ણ થતાં મન્નત પુરી કરવા સુરત લીંબાયત રહેતો મુસ્લિમ પરિવાર રીક્ષા લઈ મંગળવારે કુમકોતર જોરાવર પીર બાવાની દરગાહ પર આવ્યા હતા. દર્શન કરી પરિવારના સભ્યો અંબિકા નદીમાં ન્હાવા પડ્યા હતા.

દરમિયાન યુવાન પાણીમાં ડૂબવા લાગતા તેને બચાવવા જતાં ચાર મહિલા પણ ડૂબી હતી. પાંચ પૈકી બે મૃતદેહ મંગળવારે અન્ય બે મૃતદેહ બીજા દિવસે મળ્યા હતા. યુવાન આરીફશા સલીમશા ફકીરનો મૃતદેહ ચોથા દિવસે ઘટના સ્થળેથી ડિકમ્પોઝ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહ બહાર કઢાવી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...