કાર્યવાહી:મહુવા ગામના કૂવામાંથી 22 વર્ષીય પરિણીતાની લાશ મળી

મહુવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાસરેથી પરત આવ્યા બાદ તણાવમાં હતી

મહુવા પંથકમાં વાડી ફળિયામાં આવેલ શંકરભાઈ પટેલના કૂવામાંથી 22 વર્ષીય પરણીતાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

મહુવાના વાડી ફળિયામા રહેતા સોનલબેન આનંદભાઈ ધંધુકિયાના લગ્ન પાલીતાણા ખાતે રહેતા શૈલેષભાઈ પીપલીયા સાથે થયા હતા. છ માસ પહેલા શૈલેષભાઈ પત્ની સોનલબેનને પિતાના ઘરે મહુવા મુકી ગયા હતા, જેથી તે માનસિક રીતે ભાંગી પડી હતી. ગત તા-5/07/2022ના રોજ રાત્રીના 8.30 વાગ્યાના અરસામાં કોઈને કંઈ પણ કહ્યા વગર ઘરેથી ક્યાંક નીકળી ગયા હતા.પરિવારજનો દ્વારા મહિલાની શોધખોળ હાથ ધરવા છતા પણ કોઈ ભાળ મળી ન હતી અને તા-8/07/2022ને શુક્રવારના રોજ સોનલબેનનો મૃતદેહ મહુવા વાડી ફળિયામાં આવેલ શંકરભાઈ નારણભાઈના કૂવામાંથી મળી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...