સ્થાનિકોની માગ:ધામખડી માછીસાદડા પુલનો વળાંક સંરક્ષણ દિવાલના અભાવે જોખમી

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લોખંડની એંગલ કે સંરક્ષણ દિવાલ વિનાનો માછીસાદડાનો જોખમી પુલ - Divya Bhaskar
લોખંડની એંગલ કે સંરક્ષણ દિવાલ વિનાનો માછીસાદડાનો જોખમી પુલ
  • કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા ટર્નિંગ પર રેલિંગ ફિટ કરાય તેવી સ્થાનિકોની માગ

મહુવા તાલુકાના માછીસાદડા ગામે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ પુલની સંરક્ષણ દિવાલ ન બનાવાતા હાલ આ પુલ વાહન ચાલકો માટે અત્યંત જોખમી સાબિત થઈ રહ્યો છે. અને છેલ્લા એક સપ્તાહમા આ સંરક્ષણ દિવાલના અભાવે ઘણા અકસ્માતો પણ સર્જાયા છે. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા પુલની સંરક્ષણ દિવાલ બનાવી અથવા લોખંડની રેલીંગ લગાવી વાહન ચાલકોને પડતી હાલાકીનુ નિરાકરણ લાવે એ અત્યંત જરૂરી છે.

પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના ધામખડી થી માછીસાદડાને જોડતો ઓલણ નદી પરનો લો લેવલ કોઝવે દર ચોમાસે પાણીમાં ગરક થઈ જતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ જતો હતો.સ્થાનિક રહીશોની જરૂરિયાતને ધ્યાને લઈ કરોડો રૂપિયાના માતબાર ખર્ચે નવો પુલ મંજુર કરી બનાવવામા આવ્યો છે.

પુલ બન્યા બાદ ચોમાસામાં પડતી હાલાકીનુ તો નિરાકરણ આવી ગયુ, પરંતુ વણાકમા પુલની સંરક્ષણ દિવાલ કે રેલીંગ જવાબદાર તંત્ર દ્વારા બનાવવામા આવી નથી.જેના પરિણામે વાહન ચાલકોએ હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અજાણ્યા વાહનચાલકો અને રાહદારીઓ ગફલત ખાઈ ગંભીર અકસ્માતના પણ ભોગી બની રહ્યા છે. જેને લઈ સ્થાનિકોમા કામ કરનાર એજન્સી અને તેની દેખરેખ રાખનાર જવાબદાર તંત્રના અધિકારીઓ વિરુદ્ધ ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે.

બરાત્રીના અંધારામા તો આ વણાક નજીકથી પસાર થવુ અત્યંત મુશ્કેલ છે. ત્યારે લોખંડની રેલીંગ અને સંરક્ષણ દિવાલ વિનાના પુલને લઈ કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા જવાબદાર તંત્ર દ્વારા વાહન ચાલકો અને સ્થાનિકોને પડતી હાલાકીનુ સત્વરે નિરાકરણ લાવવામા આવે એવી માંગ સ્થાનિકો સેવી રહ્યા છે.

રેલિંગના અભાવે સપ્તાહમાં બે અકસ્માત થયા છે
કરોડો રૂપિયાના ખર્ચે ધામખડી માછીસાદડાને જોડતો નવો પુલ બનતા અમોને ચોમાસામાં પડતી હાલાકીનું તો હવે નિરાકરણ આવી જશે પરંતુ પુલના વણાકમા લોખંડની રેલીંગ કે સંરક્ષણ દિવાલ ન બનતા હાલ આ પુલ અત્યંત જોખમી સાબિત થઈ રહ્યો છે.આ રેલીંગના અભાવે એક સપ્તાહમા બે અકસ્માતો થયા છે ત્યારે કોઈ ગંભીર અકસ્માત સર્જાય તે પહેલા પુલની રેલીંગ બનવી ખૂબ જરૂરી છે. નરેનભાઈ પટેલ (માછીસાદડા)

અન્ય સમાચારો પણ છે...