નિર્ણય:મહુવા, વાલોડ અને બારડોલીના 51 માર્ગોની કરોડોના ખર્ચે મરામત થશે

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માર્ગ અંગે ધારાસભ્યને​​​​​​​ રજૂઆત કરવામાં આવી હતી

મહુવા વિધાનસભા મત વિસ્તારમાં મહુવા ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાની રજૂઆત આધારે વાલોડ, બારડોલી અને મહુવા તાલુકાના 51 માર્ગોની ખાસ મરામત માટે 24.43 કરોડની ફાળવણી કરી માર્ગ મકાન મંત્રી દ્વારા જોબ નંબર આપતા મહુવા વિધાનસભા મત વિસ્તારમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી.અને મહુવા ધારાસભ્યની કામગીરી બિરદાવી હતી.

પ્રાપ્ત વિગત મુજબ મહુવા વિધાનસભા મત વિસ્તારના વાલોડ, બારડોલી અને મહુવા તાલુકાના ગામોને જોડતા ઘણા માર્ગો અત્યંત બિસમાર બની જતા વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જે અંગે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોએ મહુવા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાને રજૂઆત કરાતા મહુવા ધારાસભ્ય દ્વારા ત્વરિત રાજ્યના માર્ગ અને મકાન મંત્રીને પત્ર લખી વાહન ચાલકોના હિતમાં આ માર્ગો સત્વરે મરામત કરી જરૂરી મજબૂતીકરણ કરવા રજુઆત કરી હતી.

મહુવા ધારાસભ્યની રજુઆત આધારે ત્વરિત રાજ્યના માર્ગ મકાન મંત્રી પુણેશ મોદી દ્વારા ખાસ મરામત યોજના 2022-23 અંતર્ગત મહુવા તાલુકાના 17,વાલોડ તાલુકાના 26 અને બારડોલી તાલુકાના 8 મળી કુલ્લે 51 માર્ગો માટે 24.43 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી અને જોબ નંબર પણ આપી દેતા તાલુકાની જનતા સહિત વાહન ચાલકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી.અને મહુવા ધારાસભ્યની કામગીરી બિરદાવી તેમને અભિનંદન આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...