મધર્સ-ડે વિશેષ:આ 4 મા જેમણે ખેત મજૂરી અને પશુપાલન કરીને દીકરીઓને બનાવી ડોક્ટર

મહુવા9 દિવસ પહેલાલેખક: જયદીપસિંહ પરમાર
  • કૉપી લિંક
  • સંસારનો તડકો વેઠી સંતાનોના જીવનમાં છાંયડો પાથરનારી આ જનનીઓના સાહસને સલામ
  • દીકરીના ભણતર માટે કોઈ માતાએ કાળી મજૂરી કરી, કોઇએ જમીન વેંચી તો કોઈએ વ્યાજે નાણાં લીધા

આજે મધર્સ ડે.આજના દિવસે આપણે એવી માતાની વાત કરીએ છે જે માતાઓએ ખેત મજૂરી, પશુપાલન કરવાની સાથે પેટે પાટા બાંધી પોતાની દીકરીને ભણાવી ડોકટર બનાવી છે.દક્ષિણ ગુજરાતના મહુવા,ચીખલી અને વાંસદા તાલુકાના ગામોની માતાઓએ અત્યંત ગરીબીમા મહામેહનત કરી પોતાની દીકરીને સર્વોચ્ચ હોદ્દા પર બેસાડી આજે ડોક્ટર બનાવ્યા છે.

રાનવેરી કલ્લા, ચીખલી
રાનવેરી કલ્લા, ચીખલી

ગરીબીના કારણે ઘરમાં બારણા ન હોવાથી શિયાળામા ઠંડી વધુ લાગતી ત્યારે માતા ઘરમાં અગ્નિ પ્રજવલિત કરી અભ્યાસ કરતી પોતાની દીકરી સાથે મોડી રાત સુધી બેસતી અને મળસ્કે વહેલી ઉઠી પશુપાલનના કામમાં જોતરાઈ જતી.માતાની આ મેહનત અને પરિશ્રમ થકી આજે દીકરીઓ ડોક્ટર બની પોતાનુ તેમજ માતાનુ સપનુ પૂરું કર્યુ છે.

દોલધાગામ, વાંસદા
દોલધાગામ, વાંસદા

હવે MDનો અભ્યાસ પૂર્ણ કરાવીશું
દીકરીને ભણાવવા માટે વહેલી સવારે 4 વાગ્યે ઉઠી પશુપાલનમાં મંડી પડતાં આખો દિવસ મેહનત કરી રાત્રે 11 વાગ્યા પછી સુતા હતા.દીકરી ડોક્ટર બની અમારું તેમજ પરિવારનુ નામ રોશન કરે એ માટે અમે અમારી 2 વીંઘા જમીન પણ વેંહચી નાખી હતી.આજે મારી દીકરી એમબીબીએસ પૂર્ણ કરી સુરત સ્મીમેર હોસ્પિટલમાં સેવા આપે છે.દીકરીને ડોક્ટર તરીકે જોતાજ અમારા તમામ દુઃખો દૂર થઈ ગયા હોય તેવુ લાગે છે. હવે અપેક્ષાને એમડીનો અભ્યાસ પૂર્ણ કરાવીશું. - ઉષાબેન પટેલ, માતા

શારદાબેન પટેલ
શારદાબેન પટેલ

આખરે મહેનત રંગ લાવી
પ શુપાલન અને ખેતી કામ કરીને ભારે તકલીફો વચ્ચે દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપ્યુ છે. બેંકમાંથી લોન લઈ દીકરીઓને ડોક્ટર બનાવી.આજે નાની દીકરી જીનલ સ્મિમેરમાં ડોક્ટર બનીને સેવા આપી રહી છે. અન્ય બે દીકરી અને દીકરો પણ મેડિકલ ક્ષેત્રમાં કારર્કિદી ઘડી રહ્યા છે. - દીપીકાબેન પટેલ,માતા

ડો. પિનલ પટેલ MBBS
ડો. પિનલ પટેલ MBBS

અનેક મુશ્કેલી વેઠી, અંતે સફળતાં
અ મારા પરિવારની સ્થીતી અત્યંત ગરીબ હોવાથી દીકરીને ઉચ્ચ શિક્ષણ અપાવવું એક પડકાર સમાન હતું. છતાં અનેક મુશ્કેલીઓ વેઠી પિનલને એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરાવ્યો, આજે સુરત સ્મીમેર હોસ્પિટલમાં ડોક્ટર તરીકે સેવા આપે છે.દીકરીને સફળ થતા જોઈ માતા પિતાની આંખમાં આજે હર્ષના આંસુ છે.લોકોની મદદ અને વ્યાજે પૈસા લઈ દીકરીને ડોક્ટર બનાવી અને આજે લોકો દીકરીની પ્રસંશા કરે ત્યારે મેહનત સફળ થયાનો આનંદ થાય છે. - શારદાબેન પટેલ, માતા

અન્ય સમાચારો પણ છે...