કોરોના સંક્રમણ:ઉકા તરસાડીયા યુનિવર્સીટીમાં 479 છાત્રોનું ટેસ્ટિંગ, 57 પોઝિટિવ

મહુવા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાત્રી દરમિયાન હોસ્ટેલના વિદ્યાર્થીઓનુ ટેસ્ટિંગ કરતુ આરોગ્ય વિભાગ - Divya Bhaskar
રાત્રી દરમિયાન હોસ્ટેલના વિદ્યાર્થીઓનુ ટેસ્ટિંગ કરતુ આરોગ્ય વિભાગ

બારડોલી મહુવા રોડ પર આવેલ ઉકા તરસાડીયા યુનિવર્સીટીના માલિબા કોલેજમાં કોલેજમાં પ્રથમ 3 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા હતા. જેથી આરોગ્ય વિભાગે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓના રાત્રી દરમિયાન જ કોરોના ટેસ્ટિંગ કરાયું હતું જેમાં એક બાદ એક એમ કુલ 57 વિદ્યાર્થીઓ પોઝિટિવ જણાતા મહુવા આરોગ્ય વિભાગ દોડતુ થયુ હતુ. મોડી રાત્રે જ આરોગ્ય વિભાગ દ્વારા 479 વિદ્યાર્થીઓના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. કોલેજમાં 57 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા હોસ્ટેલના તમામ વિદ્યાર્થીઓને ઘરે મોકલી ઓફલાઈન વર્ગ બંધ કરી ઓનલાઈન વર્ગ શરૂ કરી દેવામા આવ્યા હતા.

57માંથી માત્ર 7ને સામાન્ય તાવની અસર
પોઝિટિવ આવેલ વિદ્યાર્થીઓ 57 પૈકી ફક્ત 7 વિદ્યાર્થીઓમાં સામાન્ય તાવની અસર જોવા મળી હતી.જયારે બાકીના 50 પોઝિટિવ વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન હોવાનુ જાણવા મળ્યુ છે.

કોલેજ 14 દિવસ બંધ કરવાની સૂચના
માલિબા કોલેજ માં અભ્યાસ અર્થે આવતા તેમજ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ સંક્રમિત થયાં હતાં. આરોગ્ય વિભાગએ તમામ ને હોમ આઇસોલેટ કરવા સૂચના આપી જરૂરી દવાઓ આપી સારવાર શરૂ કરવામાં આવી હતી. સાથેજ 14 દિવસ કોલેજ પણ બંધ કરી દેવાની સૂચના આપવામાં આવી છે. - મનોજભાઈ ચૌધરી, ટીએચઓ,મહુવા

અન્ય સમાચારો પણ છે...