તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મહુવામાં પડતર પ્રશ્નો ઉકેલવા લેવાયેલા પગલા

મહુવા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

મહુવા નગરપાલિકા દ્વારા ડ્રેનેજ વિભાગની તાત્કાલિક ફરીયાદનો નિકાલ તથા બંધ પડેલ પમ્પીંગ સ્ટેશનની મોટરો રીપેર કરી કાર્યરત કરેલ છે. તેમજ બંધ પડેલ વાહનો તાત્કાલિક ધોરણે શરૂ કરવા તાકીદ કરવામાં આવેલ છે. તા.2/12ના પ્રમુખ હરેશભાઇ બી. મહેતાના અધ્યક્ષ સ્થાને ચીફ ઓફિસર તથા પૂર્વ પ્રમુખ ભાણાભાઇ મકવાણાની ઉપસ્થિતિમાં દરેક વિભાગના અધિકારીઓને તથા સંલગ્ન કર્મચારીઓને કામગીરી અંગે તકેદારીની મિટીંગ બોલાવેલ અને માર્ગદર્શન અને સુચનો આપવામાં આવેલ હતા.

શહેરના સોસાયટી વિસ્તારમાં જે.સી.બી., ટ્રેકટરો, સફાઇ કર્મચારીઓને દરેક સુપરવાઇઝરને સમુહ સફાઇ કચરાના પોઇન્ટો ઉપાડવાની સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી. સમુહ સફાઇ ઝુંબેશમાં સેની. ઇન્સ્પેકટર અને સેનિટેશન સ્ટાફે કામગીરી હાથ ધરેલ હતી.

મહુવા નગરપાલિકાના પ્રમુખ હરેશભાઇ બી.મહેતા (એડવોકેટ) તથા ચીફ ઓફિસર સંજયભાઇ એચ. પટેલના માર્ગદર્શન અને સુચના અનુસાર હાલમાં કોન્ટ્રાક્ટ બેઇઝ પરના કામદારો વહીવટી મજુરી અર્થે ન આવતા હોય તેમ છતા અથાગ પ્રયત્નો કરી સેનિટેશન જેવી આવશ્યક સેવાઓ હાલની કોરોના-19ની મહામારીને ધ્યાને લઇ સ્વચ્છતા અને ખાસ કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જેમાં સફાઇ, ડ્રેનેજ, ગેરેજ વિભાગ જેવી આવશ્યક સેવાઓને પ્રથમ પ્રધાન્ય આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો