તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:બીડ પાસે સ્પોર્ટ્સ બાઈકચાલકે મહિલાનું મંગળસૂત્ર તોડ્યું, પરંતુ છટકી જતાં બચ્યું

મહુવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચેઇન સ્નેચર પકડાઈ જવાના ડરથી પૂરઝડપે બાઇક હંકારી ફરાર થઇ ગયા

મહુવાના કરચેલીયા ગામના દંપતી બારડોલીથી બપોરે ઘરે કરચેલીયા બાઇક પર આવી રહ્યા હતા તે દરમિયાન બીડ ગામની સીમમાં પાછળથી આવી સ્પોર્ટ્સ બાઈક ચાલકે મહિલાના ગળામાંથી મંગળસૂત્ર તોડવાનો પ્રયત્ન કર્યો હતો.જોકે મંગળસૂત્ર તૂટી જમીન પર પડતા ્સ બાઈક ચાલક યુવાન પલાયન થઈ ગયો હતો.

કરચેલીયા ગામે બાવળી ફળીયામા રહેતા વિજયભાઈ પટેલ સોમવારે પત્ની પ્રીતિબેન પટેલ સાથે બાઇક પર બારડોલી કામ અર્થે ગયા હતા.જ્યાંથી કામ પતાવી દંપતી બપોરે પરત આવી રહ્યા હતા તે દરમિયાન મહુવા બારડોલી સ્ટેટ હાઈવે પર બીડ ગામની સીમમાં બાઈકચાલકે પાછળથી આવી મહિલાના ગળામાં સોનાનું મંગળસૂત્ર તોડવાનો પ્રયત્ન કર્યો હતો. મંગળસૂત્ર તૂટ્યા બાદ બાઈકચાલકના હાથમાંથી પડી ગયુ હતુ. બાઇકચાલક પુર ઝડપે ત્યાંથી પલાયન થયો હતો.ઘટનાને પગલે દંપતી ભયભીત બની ગયુ હતુ.જોકે ઘટના અંગે પોલીસને કોઈ જાણ કરી ન હતી.

શંકા જતાં થોડીવાર ઉભા રહ્યા હતા
સ્પોર્ટ્સ બાઈક ચાલક યુવાન 30 વર્ષની આસપાસનો હતો ગળા સુધી માસ્ક અને કાળુંં જેકેટ પહેર્યું હતુ.જે બારડોલી નજીકથી અમારો પીછો કરતો હતો અને આ બાબતે શંકા જતા અમો તરસાડી થોડી વાર ઉભા પણ રહ્યા હતા.બીડ નજીક મારી મોટરસાયકલ નજીક આવી મારી પત્નીના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર તોડ્યું પરંતુ મંગળસૂત્ર નીચે પડી જતા પુર ઝડપે ભાગી ગયો હતો. > વિજય પટેલ, કરચેલીયા

અન્ય સમાચારો પણ છે...