તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:કસ્ટમર કેરમાંથી બોલું છું, તમારા ખાતાની વિગત આપો કહી 65 હજાર ઉપાડી લેવાયા

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહુવા તાલુકાના વલવાડા ગામનો યુવક બન્યો ઓનલાઇન ઠગાઇનો ભોગ

મહુવા તાલુકાના વલવાડા ગામે રહેતા યુવાનના એસ.બી.આઈ એકાઉન્ટમાંથી કોઈ અજાણ્યો ઈસમ દ્વારા 65,000 રૂપિયા ઓનલાઈન ઉપાડી લેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસ ઘટનાની ગંભીરતા સમજી ઓનલાઈન ઠગાઈ કરનાર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટના અંગે સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ મૂળ ભાવનગર અને હાલ મહુવા તાલુકાના વલવાડા ગામે કુંભાર ફળિયામા રહેતા વિજયભાઈ ત્રિભુવનભાઈ નાવડીયાએ ગત તા 23/06/2021ના રોજ પોતાના મોબાઈલમાં એસબીઆઈ યોનો એપમાંથી 201 રૂપિયાનું રિચાર્જ કર્યુ હતુ.

ખાતામાંથી પૈસા કપાઈ ગયા હતા, પરંતુ મોબાઈલમાં બેલેન્સ ન આવતા યુવાને એસબીઆઈ કસ્ટમર કેરનો નંબર મેળવી તેના પર ફોન કર્યો હતો. કસ્ટમર વિભાગમાંથી બોલનાર એક યુવાને તેમને વિશ્વાસમાં લઈ બીજો કસ્ટમર કેર નંબર-1800211212 નંબર આપ્યો હતો અને તેના પર વાત કરવા જણાવ્યુ હતુ.

તેથી વિજયભાઈ દ્વારા તે નંબર પર ફોન કરતા અજાણ્યા ઇસમે તેમને જણાવેલ કે તમારા મોબાઈલ નંબર પર ફોન આવશે તેમને તમારા બેંકની વિગત આપી દેજો તેમ જણાવ્યુ હતુ. ત્યાર બાદ તરત જ 7846962169 નંબર પરથી અજાણ્યા ઈસમનો ફોન આવેલ અને તેમના એકાઉન્ટની વિગત આપી હતી.

ત્યારબાદ એસબીઆઈ કસ્ટમર કેર વિભાગમાંથી બોલનાર અજાણ્યા ઈસમે પ્રથમ 25,000 ત્યારબાદ 10,000 અને ત્યારબાદ 20,000 અને ત્યારબાદ 10,000 રૂપિયા મળી કુલ્લે 65,000 રૂપિયા ઉપાડી લઈ છેતરપીંડી કરી હતી.જેથી યુવાને ત્વરિત ઘટના અંગે એસબીઆઈ બેન્ક અને ત્યારબાદ મહુવા પોલીસને જાણ કરતા મહુવા પોલીસે ઓનલાઈન છેતરપીંડી કરનાર અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...