નોટિસ:મહુવાના કેટલાક શિક્ષકોનો ફરજ સમયે પણ શિક્ષક સહકારી શરાફી મંડળી પર જ ધામો

મહુવા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષકોએ શાળામાં તાસ જ નહીં લીધા હોવાનું બહાર આવતા નોટિસ અપાઇ હતી

મહુવા તાલુકાના કેટલાક શિક્ષકો ફરજ સમય દરમિયાન પણ તાલુકા કચેરીના કામના બહાને મહુવા તાલુકા ટીચર્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી તેમજ તાલુકા શિક્ષક સહકારી શરાફી મંડળીના કાર્યાલયમાં જ બેસી વહીવટીકામ કે પછી વહીવટ કરતા હોય ત્યારે બાળકોના અભ્યાસ પર અસર પડતી હોવાનું જાગૃત નાગરિકોમાં રાવ ઉઠવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકામાં કોરોના કાળમાં કેટલાક H TAT શિક્ષકોએ શાળામાં તાસ જ નહીં લીધા હોવાનું બહાર આવ્યું હતુ અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા નોટિસ પણ પાઠવવામાં આવી હતી.ત્યારે હાલ મહુવાના શિક્ષણ આલમના કેટલાક શિક્ષકો જાગૃત નાગરિકોમાં શાળા સમય દરમિયાન શાળામાંથી ગુલ્લી મારતા શિક્ષકો બાબતે રોષ વ્યકત કરી રહ્યા છે. મહુવાની પ્રાથમિક શાળાના કેટલાક શિક્ષકો અને કેટલાક H TAT શાળા ફરજ સમય દરમિયાન પોતાની શાળા કરતા તાલુકા મથકે જેમાં પણ ખાસ કરીને મહુવા તાલુકા ટીચર્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના કાર્યાલય તેમજ તાલુકા શિક્ષક સહકારી શરાફી મંડળીમાં જોવા મળતા હોવાની જાગૃતોમાં રાવ ઉઠવા પામી છે.

તાલુકા મથકે મિટિંગ કે કામકાજના નામે શાળા ફરજ દરમિયાન પણ શિક્ષકો સોસાયટીની કાર્યાલય લટાર મારતા હોય ત્યારે બાળકોના ભણતરની સાથે ભાવિ પણ કેટલી અસર પડતી હોય તે સમજી શકાય છે. તમામ H TAT શિક્ષકો અને કાર્યાલયમાં જોવા મળતા શિક્ષકોના દિવસ દીઠ લીધેલ તાસની ચકાસણી કરવાની જરૂર છે ત્યારે મહુવા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ક્રેડિટ સોસાયટીની કાર્યાલય પર જ શાળા ફરજ સમય દરમિયાન બેસી રહેતા શિક્ષકોને ફરજના પાઠ શીખવે તે આવશ્યકતા વર્તાય રહી છે.

અન્ય સમાચારો પણ છે...