તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:તો....ચોમાસામાં ભારે વરસાદથી મહુવા શહેર પાણી પાણી થઇ જશે

મહુવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રિ-મોન્સુન કામગીરી થઇ હોય તો મહદ અંશે મુશ્કેલી નિવારી શકાય
  • નવી ગટરના કામો અધુરા,માલણ અને નિકોલ બંધારો ભરાય ત્યારે નિકાલની કોઇ વ્યવસ્થા ન હોય અતિવૃષ્ટિ વેળાએ આફત સર્જાશે...

આગામી 15 જુન આસપાસ ચોમાસુ શરૂ થશે તેવી આગાહી થઇ રહી છે.આ તબકકે પ્રતિ વર્ષે ચોમાસા પુર્વે આગોતરા આયોજન સાથે કરવાની કામગીરી નગર સેવા સદન અને તાલુકા કક્ષાનું ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સમયસર ન થવાના કારણે ચોમાસાની ઋતુમાં મહુવા શહેર અને તાલુકા કક્ષાનું ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા પ્રિ-મોનસુન કામગીરી સમયસર હાથ ધરાય તે જરૂરી છે. ચોમાસામાં શહેરના જુદા-જુદા વિસ્તારોમાં પ્રતિ વર્ષે પાણી ભરાતાં હોય નગરજનો હાલાકી ભોગવે છે. કુબેરબાગ, વી.ટી. નગર, ગોકુળ નગર વગેરે વિસ્તાર આસપાસના કેટલાક રોડ ઉચા થયા હોય લોકોની મુશ્કેલી વધારવાની શકયતાઓ ઉભી થઇ છે.

મહુવા નગરપાલિકાની નવી ગટર લાઇનના નવા પંપ સ્ટેશનને સોસાયટી વિસ્તારને જોડતી ભુગર્ભ ગટર યોજનાના કામો છેલ્લા બે વર્ષથી બંધ હાલતમાં હોય જે અંગે નિયામક કક્ષાએ ફરીયાદો કરવા છતા નવી ગટર યોજનાના કામ પુરા ન થતા માલણ બંધારામાં પાણી ભરાશે ત્યારે જુનુ કમ્પોઝના ખાડામાં આવેલ પંપ સ્ટેશનમાં પાણી ફરી વળશે તેવા સમયે શહેરની ગટરો ઉભરાવાની શકયતા જોવાઇ રહી છે. માલણ બંધારો ભરાય એટલે દેવળીયા રોડ તથા મોટા જાદરા રોડની સોસાયટીમાં અને નિકોલ બંધારો ભરાય એટલે મહુવા કતપર-ભવાની મંદિર રોડ ઉપર નવા ઝાંપા સુધી પાણી ભરાવાની શકયતા હોય તેના નિકાલની વ્યવસ્થા આગોતરા આયોજનની ખાસ જરૂરી છે.

માલણ નદીના કાંઠે આવેલ વાડીના માલીકોએ તાઉતે વાવાઝોડા દરમિયાન પડી ગયેલ સંખ્યા બંધ નાળીયેરીઓ નદીના પટમાં નાખી દીધી હોય પાણી ચેકડેમની જેમ પટમાં ફેલાય ગામમાં પ્રવેશે તેવી શકયતા હોય નદીમાં નાખેલ નાળીયેરીઓ ઉપાડવાની વ્યવસ્થા કરી નદીનું વહેણ ચોખ્ખુ કરવાની જરૂરીયાત છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ પાસે ટાંચા સાધનોથી બચાવ કાર્યમાં મુશ્કેલી
મહુવા શહેરમાં ચોમાસામાં ભરાતા પાણીના નિકાલ માટે નવી બનાવાયેલ સ્ટ્રોમ વોટર ડ્રેનેજની સફાઇ તેમજ રોડની એક બાજુથી બીજી બાજુ પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલ કુંડી અને પાઇપની સફાઇ પણ જરૂરી છે તેમજ સ્લેબ વગરની ખુલ્લી ડ્રેનેજની ચેમ્બર ઉપર સ્લેબ ભરવામાં નહી આવે તો આવી ખુલ્લી ચેમ્બર ચોમાસામાં પાણી ભરાશે ત્યારે નાના-મોટા અકસ્માતો થવાની પુરી શક્યતા રહેલી છે.તાલુકા કક્ષાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પાસે ટાચા સાધનો હોય ચોમાસા દરમ્યાન ડેમ, ચેકડેમ, બંધારા ભરાવ અને પુરની પરિસ્થિતિનું નિર્માણ થાય નિચાણવાળા વિસ્તારો અને શહેરના રહીશોને સલામત સ્થળે ખસેડવા અને બચાવની કામગીરી હાથ ધરવા યોગ્ય સાધનો અને વિવિધ વિભાગો સાથે સંકલન ઉભુ કરવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...