મહુવા તાલુકાના મુડત ગામે દૂધ ઉત્પાદન સહકારી મંડળી અને ગ્રામજનોના સહયોગથી લાયબ્રેરી લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. મુડત ગામના ઉત્સાહી આગેવાનો અને શિક્ષિત યુવાનોનુ સ્વપ્ન હતુ કે ગામની અંદર સમાજના વિકાસ માટે પુસ્તકાલય હોવુ જોઈએ. યુવાન શિક્ષક સ્વ.જીતુભાઈ ચૌધરીએ બીડુ ઝડપ્યુ અને યુવાનો સાથે અગ્રણીઓ સાથે ચર્ચા કરી લોકફાળો તથા સમાજના શ્રેષ્ઠીઓના સહયોગથી લાયબ્રેરીનો પ્રારંભ થયો અને પ્રેરણા આપનાર શિક્ષકની યાદમાં જીત લાયબ્રેરી શરૂ થઈ.
જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના કમિશ્નર યજ્ઞેશ પાવાગઢીએ અધ્યક્ષ સ્થાનેથી ગ્રામજનોને સંબોધતા જણાવ્યુ હતુ કે ફક્ત નોકરી મેળવવા જ નહી પરંતુ જીવનના વિકાસ,સમાજના વિકાસ માટે પણ શિક્ષિત બનવુ જરુરી છે. ઉલ્લેખનિય છે કે મુડત ગામ પહેલા ખૂબ પછાત હતુ. શરુઆતમા માત્ર રૂપિયા 2.5 લાખ ગામની દૂધની આવક હતી આજે 55 લાખની આવક ગ્રામજનો મેળવી રહ્યા છે. પુસ્તકાલયની સ્થાપના પછી ગામના 4 યુવક-યુવતીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી નોકરીની રાહ જોઈ રહ્યા છે.
નિવૃત્ત મદદનીશ કમિશ્નર નવીન ચૌધરી, વિસ્તરણ અધિકારી અરવિંદભાઈ, દૂધ મંડળી પ્રમુખ શંકરભાઈ, કનુભાઈ, શાંતિલાલભાઈ,રીઝર્વ બેન્ક નિવૃત્ત મેનેજર વિનુભાઈ ચૌધરી, ગમનભાઈ, જિગ્નેશભાઈ, શૈલેષ,અમરસિંહભાઈ સહિત ગ્રામજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.