મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ:વાવાઝોડા સાથેના વરસાદે મહુવાના 3 ગામોમાં વિનાશ વેર્યો, 50 મકાનોના પતરા ઉડ્યા, અનેક વૃક્ષો ધરાશયી

મહુવા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
વાવાઝોડા સાથે વર્ષેલ વરસાદમાં અનેક વૃક્ષો મૂળ સાથે ઉખડી ગયા હતા. - Divya Bhaskar
વાવાઝોડા સાથે વર્ષેલ વરસાદમાં અનેક વૃક્ષો મૂળ સાથે ઉખડી ગયા હતા.
  • તકરાણી, લસણપોર અને ગાંગડિયા ગામે સૌથી વધુ નુકસાન થયું

મહુવા તાલુકાના અનાવલ વિસ્તારના ગામોમાં બુધવારના રોજ ભારે પવન સાથે વર્ષેલ વરસાદે તરકાણી,લસણપોર અને ગાંગડીયા સહિતના ગામોમાં 50 થી વધુ ઘરોને નુકશાની પહોંચાડી ભારે તબાહી સર્જી હતી.આ ઉપરાંત શાકભાજીના પાક અને વૃક્ષોને મોટી નુકશાની પહોંચતા ગરીબ ખેડૂતો ભારે મુશ્કેલીમા મુકાઈ ગયા હતા ઉપરાંત દિવસ દરમિયાન વીજળી પણ ડુલ થઈ ગઈ હતી.પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના અનાવલ વિસ્તારના ગરીબ ગ્રામજનોને બુધવારના રોજ બપોર બાદ વર્ષેલ સીઝનના પ્રથમ વરસાદે જ હચમચાવી મુકયા હતા.

અનેક ઘરોના પતરા અને નળિયાઓ ઉડ્યા હતા.
અનેક ઘરોના પતરા અને નળિયાઓ ઉડ્યા હતા.

ભારે પવન અને ગાજ વીજ સાથે વર્ષેલ ધોધમાર વરસાદના પરિણામે ઠેરઠેર જણ બમબાકારની સ્થિતિ સર્જાઈ હતી.અને સીઝનની શરૂઆતમા જ મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોઈ લસણપોર,તરકાણી અને ગાંગડીયા ગ્રામજનો ભયભીત બની ગયા હતા. ભારે પવન સાથે વર્ષેલ વરસાદમા લસણપોર ગામના 39 ઘરોના નળિયા અને પતરા તૂટી ગયા હતા ઉપરાંત ઉભા આંબાના ઝાડો પણ મૂળ માંથી ઉખડી ગયા હતા.ઉપરાંત શાકભાજી પકવતા ખેડૂતોના માંડવા પણ તૂટી ગયા હતા.જ્યારે આ ભારે વરસાદમા તરકાણી ગામે રહેતા કમળાબેન બારોટના ઘરની દિવાલ સીઝનના પ્રથમ વરસાદમાજ તૂટી પડતા તેઓ મુશ્કેલીમા મુકાઈ ગયા હતા.

સદનસીબે આ ઘટનામા કોઈ જાનહાની કે ઈજા ન થતા તંત્રએ રાહતનો દમ લીધો હતો પરંતુ ગરીબ પરિવારે મોટી નુકશાની વેઠવાની નોબત આવી હતી.આ ઉપરાંત ગાંગડીયા ગામે પણ 10 ઘરોના પતરા ઉડી ગયા હતા અને નળિયા પણ તૂટી ગયા હતા.આ ગંભીર હોનારતમા 50 જેટલા ગ્રામજનોને નુકશાની પહોંચી હતી.આ વાવાઝોડામા ત્રણેય ગ્રામજનોએ લાખો રૂપિયાની નુકશાની વેઠવાની નોબત આવી હતી.ભારે પવન સાથે વર્ષેલ વરસાદમા વીજળી પણ ડુલ થઈ ગઈ હતી.જે નુકસાનીની તંત્ર દ્વારા મરામતની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.પરંતુ નુકશાની મોટી હોવાના પરિણામે વિજપાવર 24 કલાક બાદ પણ શરૂ થયો ન હતો.

આ નુકસાની અંગે તંત્રને જાણ થતા તલાટી સહિત નવા આવેલ તાલુકા વિકાસ અધિકારી આ ત્રણેય ગામોમાં આવી અસરગ્રસ્ત પરિવારની મુલાકાત લઈ સર્વેની કામગીરી હાથ ધરી હતી. ભારે પવન સાથે વર્ષેલ વરસાદમા લસણપોર ગામના 39,ગાંગડીયા ગામના 10 અને તરકાણી ગામના 1 ઘર મળી 50 ઘરોને નુકશાન પહોંચયુ છે. તમામ નુકસાની અંગે સર્વેની કામગીરી હાથ ધરી દેવામાં આવી છે.અને નુકશાનીનો રીપોર્ટ તૈયાર કરી તાલુકા પંચાયત કચેરી ખાતે જાણ કરવામાં આવશે. - હંસાબેન આહિર, તલાટી કમ મંત્રી

અન્ય સમાચારો પણ છે...