વિરોધ:મહુવા તાલુકાના તલાટીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન

મહુવા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્ય તલાટી મહા મંડળ દ્વારા જુદા જુદા 11 જેટલા પડતર પ્રશ્નોને લઇને સરકાર સમક્ષ રજૂઆત કરી હતી.પરંતુ તે માંગણીઓનો આજ દિન સુધી સ્વીકાર નહીં થતાં આજે ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા કરાયેલા વિરોધના એલાનને લઈને મહુવા તાલુકાના તલાટીઓ કાળી પટ્ટી ધારણ કરીને પોતાની ફરજ પર હાજર રહી વિરોધ દર્શાવ્યો હતો.

રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા પોતાના જુદા જુદા 18 પ્રશ્નોને લઈને અગાઉ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. તલાટીઓની રજૂઆત સરકારે સાંભળી જે પૈકી સરકાર દ્વારા 7 માગણીઓ સ્વીકારી હતી. પરંતુ જેમા હજુ પણ 11 માગણીઓ બાકી છે. વારંવાર રજૂઆત છતાં માંગણીનો ઉકેલ આવ્યો નથી, જેના પરિણામે રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ દર્શાવવાનું એલાન કરાયું હતુ.

અન્ય સમાચારો પણ છે...