ગ્રામજનોમાં રોષ:ધામખડી-બહેડા રાયપુરા માર્ગથી ત્રસ્ત ગ્રામજનોની મામલતદારને રજૂઆત

મહુવા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધામખડી મોગરાને જોડતો બિસ્માર માર્ગ - Divya Bhaskar
ધામખડી મોગરાને જોડતો બિસ્માર માર્ગ
  • 15 દિવસમાં ઉકેલ નહિ આવે તો ચક્કાજામની ગ્રામજનોની ચીમકી

મહુવા તાલુકાના ધામખડી થી બહેડા રાયપુરાને જોડતા બિસમાર માર્ગથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.આ માર્ગ મંજુર થયો અને અધુરો બન્યો ત્યારબાદ કોઈ કારણસર કામગીરી અટકી જતા વાહનચાલકોએ ચોમાસામાં ભારે મુશ્કેલી વેઠવાની નોબત આવી છે.ત્રસ્ત વાહનચાલકો અને ગ્રામજનોએ મહુવા મામલતદારને આવેદનપત્ર આપી નિરાકરણ લાવવાની માગ કરી હતી.

ધામખડીથી બહેડા રાયપુરાને જોડતો માર્ગ બિસમાર બનતા ચોમાસામાં પસાર થવુ અત્યંત મુશ્કેલ બની ગયુ છે.ઠેરઠેર કમ્મર તોડ ખાડાની મરામત તંત્ર દ્વારા હાથ ન ધરાતા ગ્રામજનો અને વાહન ચાલકોએ ભેગા થઈ મામલતદારને આવેદન આપી સમસ્યાનુ નિરાકરણ લાવવા માગ કરી હતી. મામલતદારને આપેલ આવેદનપત્રમા જણાવ્યુ હતુ કે ત્રણથી ચાર વર્ષ પહેલાં ધામખડીથી મોગરા પુલ સુધી ડામર રોડ મંજૂર થયો હતો.પરંતુ રસ્તો અધુરો બન્યો હતો.

માર્ગ બુહારી જવા અતિ ઉપયોગી છે.માર્ગની બંને બાજુ સ્ટોન ક્વોરી અને ઈંટના ભઠ્ઠા છે.જેથી ઓવરલોડ વાહનો પસાર થતા હોવાથી માર્ગ અત્યંત બિસમાર બની ગયો છે. મસમોટા ખાડાના પરિણામે ઘણી વાર બસ પણ ધામખડીથી આગળ આવી શકતી નથી જેથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડે છે. આગામી 15 દિવસમાં આ સમસ્યાનો ઉકેલ લાવવા રજુઆત કરી હતી અને ઉકેલ નહિ આવે તો ચક્કાજામની ચિમકી ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...