તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ટ્રક અડફેટે આશાસ્પદ બાઇક ચાલકનું કરૂણ મોત, ટ્રક ચાલકને શોધવા પોલીસે કુટેજ ચકાસણી કરી

મહુવાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મૃતક યુવાન હાથી મસાલા અેજન્સી, કન્સ્ટ્રકશન તેમજ ઉત્પાદનના વ્યવસાય સાથે સંકળાયેલા હતા

મહુવા સ્ટેશન રોડ ઉપર ટ્રક અને મોટરસાયકલ અકસ્માતમાં એક આશાસ્પદ યુવાનનું મૃત્યું થવા પામેલ છે.જાણવા મળતી વિગત મુજબ આજે સાંજે 4 કલાકે મહુવાના સ્ટેશન રોડ ઉપર અમર વે-બ્રીજ પાસે સાવરકુંડલા રોડ ઉપરથી આવતા મોટર સાયકલ સાથે અથડાતા સાવરકુંડલા રોડ ઉપરથી આવતા ટ્રકના પાછલા વ્હીલમાં આવી જતા અકસ્માતે મોટર સાયકલ ચાલક પ્રતિક દિપકભાઇ જગડ (ઉ.વ.35 ) નું સ્થળ ઉપર કરૂણ અને કમ કમાટી ભર્યુ મૃત્યુ થવા પામેલ છે.

પ્રતિક જગડ હાથી મસાલા એજન્સી, કન્સ્ટ્રકશન અને ઉત્પાદન સાથે સંકળાયેલ વ્યક્તિ હોય સારૂ એવુ મિત્ર વર્તુળ ધરાવતા હતા. તેમના કરૂણ મૃત્યુથી તેમના પત્ની અને બે દિકરીઓ, માતા અને ભાઇ જય કલ્પાત કરતા રહી ગયા. મહુવા પોલીસે અકસ્માત સ્થળે પહોચી નાસી ગયેલા ટ્રક ચાલક વિશે માહિતી મેળવવા આ વિસ્તાર સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવી રહી છે અને મૃતદેહને પીએમ માર્ગે ખસેડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. અકસ્માતની જાણ થતા જ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના અગ્રણીઓ ભારે શોક સાથે હોસ્પિટલ દોડી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો