સભાસદમા રોષ:અનાવલ દૂધ મંડળીમાં સભાસદનું દૂધ ન સ્વીકારાતા પ્રમુખ વિરુદ્ધ પોલીસમાં અરજી

મહુવા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સભાસદને જાણ કરી સાંજથી દૂધ ભરવા જાણ કરી પરંતુ તેઓ દૂધ ભરવા આવ્યા ન હતા

મહુવા તાલુકાની અનાવલ દૂધ મંડળી પ્રમુખ અને સભાસદ વચ્ચે થયેલી બોલાચાલીનો મુદ્દો પોલીસ મથક સહિત રજિસ્ટ્રાર સુધી ગુંજયા બાદ રજિસ્ટ્રારે સભાસદનુ દૂધ લેવા મંડળીને લેખિત આપ્યા બાદ સભાસદ દૂધ ભરવા જતાં કર્મચારી દ્વારા તેમનુ દૂધ ન સ્વીકારાતા સભાસદમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. લોકડાઉન દરમિયાન અનાવલ ગામે દૂધ મંડળીમાં દૂધ ભરવા આવેલા સભાસદ જીતેન્દ્રભાઈ પટેલ અને મંડળીના પ્રમુખ જગુભાઈ પટેલ અને બે કર્મચારીઓ વચ્ચે દૂધ મંડળીમાં સેનેટાઈઝરથી હાથ ધોઈ દૂધ ભરવા બાબતે બોલાચાલી થયા બાદ મંડળીના સત્તાધીશોએ ઠરાવ કરી સભાસદનુ દૂધ બંધ કર્યુ હતુ. જે બાબત મહુવા પોલીસ મથક સહિત જિલ્લા રજિસ્ટ્રાર સુધી પહોંચતા સહકારી ક્ષેત્રમાં ચકચાર મચી હતી. ઘટના બાદ રજિસ્ટ્રાર દ્વારા તા-16/04/2020 ના પત્રથી અનાવલ દૂધ મંડળીને જાણ કરી સભાસદ જિતેન્દ્રભાઈ પટેલનુ દૂધ સ્વીકારવા જણાવ્યુ હતુ. પત્ર મેળવી સભાસદ 27મીએ સવારે મંડળી પર દૂધ ભરવા ગયા હતા તે દરમિયાન  હાજર કર્મચારીએ સભાસદનુ દૂધ ન સ્વીકારતા સભાસદમા રોષ ભભૂકી ઉઠ્યો હતો. ઘટના અંગે અનાવલ ઓપીમાં અરજી આપી હતી.

સભાસદે લેટર સ્વીકાર્યો ન હતો
27 તારીખે સવારે સભાસદ જિતેન્દ્રભાઈ પટેલ જાણ કર્યા વિના દૂધ ભરવા આવ્યા હતા, પરંતુ હું બહાર હોવાથી દૂધ લેવા પહેલાની જરૂરી પ્રોસેસ બાકી હોવાથી દૂધ લેવાની ના પાડી હતી. બાકી બીજુ કોઈ કારણ ન હતુ. ત્યારબાદ મેં આવી 27 તારીખે લેટર લખી સાંજથી દૂધ ભરવા આવવા જણાવ્યુ હતુ. પરંતુ સભાસદે લેટર સ્વીકાર્યો ન હતો અને સાંજે દૂધ ભરવા પણ આવ્યા ન હતા. સભાસદ મંડળીના નીતિ નિયમો મુજબ દૂધ ભરવા રાજી હોઈ તો અમને દૂધ સ્વીકારવામાં કોઈ વાંધો નથી.

અન્ય સમાચારો પણ છે...