તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મજબૂરીનો લાભ:અનાવલ APMC સબસેન્ટરમાં વેપારીઓ દ્વારા 20 કિલોએ 1 કિલો કેરી કમિશન પેટે લેવાતા ખેડૂતોમાં રોષ

મહુવા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેપારીઓ પર APMCના હોદ્દેદારો કે અધિકારીઓનું નિયંત્રણ ન હોવાની રાવ

મહુવા તાલુકાના અનાવલ ખાતે આવેલ એપીએમસી સબસેન્ટરમાં વેપારીઓ ખેડૂતો પર કેરીની લે વેચમાં 20 કિલો દીઠ એક કિલો કેરી કમિશન પેટે લેતા હોવાનું બહાર આવતા જ ખેડૂતોમાં ભારોભાર આક્રોશ ભભૂકી રહ્યો છે.

મહુવા તાલુકાના અનાવલ ખાતે આવેલ એપીએમસી સબ સેન્ટરમાં ખેડૂતોને ઉત્પાદિત કેરીના પાકોના પોષણક્ષમ ભાવો ની વાતો તો દૂર પણ વેપારીઓ દ્વારા ખેડૂતો પર પણ કમિશન ઉઘરાવતું હોવાનું જાણવા મળ્યું છે.વેપારીઓ દ્વારા ખેડૂતો ના દર વિસ કિલો કેરી દીઠ એક કિલો કેરી કમિશન પેટે ખંખેરી લેતા હોવાનું જાણવા મળ્યું છે.એપીએમસી સબસેન્ટર અનાવલ ખાતે વેપારીઓ પર અધિકારીઓ કે એપીએમસીના પદાધિકારીઓનું કોઈ નિયંત્રણ જ નહીં હોવાનો ગણગણાટ કરી ખેડૂતો અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે.અનાવલ પંથકમાં આ કેરી વેચાણ માટે નજીકનો આ એકમાત્ર વિકલ્પ હોય ત્યારે ખેડૂતોની મજબૂરીનો ફાયદો વેપારીઓ ઉઠાવી રહ્યા હોવાનું સ્પષ્ટ થઈ રહ્યુ છે.

વેપારીએ કયા કાયદા પ્રમાણે કમિશન લે છે તે જ સમજાતું નથી : ખેડૂત
અનાવલ એપીએમસી સબસેન્ટર ખાતે દર વીસ કિલો કેરી દીઠ એક કિલો કેરીનું કમિશન એટલે કે કેસર,હાફૂસ જેવી કેરી માં તો મણ દીઠ એક કિલો કેરી મા પણ ખેડૂતોનું 30થી 60 રૂપિયા કમિશન સીધુ વેપારીઓના ખિસ્સામાં જ જતું રહેતું હોય મોટું નુકસાન થઈ રહ્યું છે.ખેડૂતો પર કયા કાયદા પ્રમાણે વેપારીઓ કમિશન લે એ જ સમજાતું નથી? > ધવલ પટેલ, ખેડૂત,તરકાણી

કોઇ કમિશન લેતું હશે તો કાર્યવાહી કરાશે
અનાવલ એપીએમસી સેન્ટરમાં વીસ કિલો કેરી પર વધારાનું કોઈ કમિશન લેવામાં આવતું નથી.અને તે માટે અમે વેપારીઓને સૂચના પણ આપી છે અને એ બાબતે અમે ધ્યાન પણ રાખીએ છે છતાં કદાચ કોઈ વેપારી અંદરખાને વધારાનું કમિશન લેતા હોય શકે જે ધ્યાનમાં આવ્યુ નથી જે બાબતે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરાશે. > અમિતભાઇ વ્યાસ, ઇ.સેક્રેટરી, એપીએમસી સબ સેન્ટર, અનાવલ

અન્ય સમાચારો પણ છે...