તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસીકરણ:મહુવામાં ફક્ત 38 ટકા લોકોએ વેક્સિન મુકાવી

મહુવા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

મહુવા તાલુકામાં કોરોના નાબુદી માટે કોરોના વેક્સિન કામગીરી પૂર્ણ કરવા તંત્ર સજ્જ છે પરંતુ જાગૃતિના અભાવે વેક્સિનેશન માટે લોકો આગળ નહિ આવતા તાલુકામાં લક્ષ્યાંક સામે માત્ર 38 ટકા જેટલું જ વેક્સિનેશન થવા પામ્યું હોય ત્યારે આરોગ્યતંત્ર તાલુકાની જનતાને વેક્સિન મુકાવવા માટે અપીલ કરી રહી છે.

મહુવા તાલુકાના સીએચસી અને પીએચસી સેન્ટરો ઉપર વેક્સિનેશનની કામગીરી થઈ રહી છે. જો કે સ્વેચ્છાએ લોકોએ વેક્સિન લેવા માટે આગળ નહિ આવી રહ્યા હોય તાલુકામાં 45 થી 60+ સુધીના ઉંમરના માત્ર 38 ટકા જેટલા લોકોએ જ વેક્સિન લીધી છે. ત્યારે તાલુકાના 60%થી વધુ લોકો વેક્સિન લેવાથી અળગા રહ્યા છે.

ગ્રામ્ય ક્ષેત્રમાં મોટી ઉપરના લોકોમાં હજુ પણ વેક્સિન અંગે ભ્રામકતા જોવા મળી રહી છે. લોકોના ગેરમાન્યતાઓને લઈ મનમાં હજુ પણ વેક્સિનને લઈને ડર જોવા મળી રહ્યો છે, જેને પગલે વહીવટી તંત્ર દ્વારા વેક્સિનેશન કરતા અંગેની જાગૃતિ ફેલાવવા ઉપર વધુ ધ્યાન આપવાની ફરજ પડી છે. ત્યારે આરોગ્યતંત્ર લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરી રહ્યા છે.

કોરોના વેક્સિનેશનની કામગીરી તાલુકામાં ખૂબ જ ધીમી રહેવા પામી છે. પરંતુ તાલુકા આરોગ્ય અધિકારી અને તેમની ટીમના અથાગ પરિશ્રમથી ગામોમાં ઘરે ઘરે જઈ સમજ આપી અપીલ કરીને વેક્સિનેશન કામગીરીનો ગ્રાફ ઉપર લઈ જવાઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...