સમસ્યા:વહેવલથી કોષ જતાં માર્ગ પર કદાવર દીપડો દેખાતાં ગ્રામજનોમાં ફફડાટ

મહુવાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહુવા તાલુકાના વહેવલ થી કોષ જતા માર્ગ પર રાત્રી દરમિયાન બિન્દાસ્ત ફરતો દીપડો વાહન ચાલકોને નજરે પડતા જ વાહન ચાલકો સહિત ગ્રામજનોમા ફફડાટ ફેલાય ગયો છે. વહેવલ તેમજ કોષ વિસ્તારમાં અવારનવાર રહેણાંક વિસ્તારમાં બિન્દાસ્ત ફરતા દીપડાને વન વિભાગ દ્વારા ઝબ્બે કરી સ્થાનિકોને ભયમુકત કરે એવી માંગ સ્થાનિક રહીશો સેવી રહ્યા છે.

પ્રાપ્ત વિગત મુજબ અનાવલ વિસ્તારમાં દિન પ્રતિદિન દીપડા દેખાવવાની ઘટનામા વધારો થઈ રહ્યો છે.તાલુકાના કાંકરિયા ગામે રોડ પર દીપડો ફરતો દેખાયો હતો જે ઘટનાના બીજા જ દિવસે અનાવલ નજીકના વહેવલ ઝાડીમા દીપડો આરામ ફરમાવતો જોવા મળ્યો હતો. ત્યારબાદ એક કદાવર દીપડો વહેવલથી કોષ જતા માર્ગ પર દરજીડા ફળિયા નજીક માર્ગ પર બિન્દાસ્ત ફરતો. દીપડો વાહન ચાલકોની સામે આવી ગયો હતો જે જોઈ વાહનચાલકો ફફડી ઉઠ્યા હતા. કદાવર દીપડો રહેણાંક વિસ્તારમાં બિન્દાસ્ત ફરતો જોવા મળ્યો હતો. સ્થાનિકોના મતે છેલ્લા ઘણા દિવસથી આ દીપડો રહેણાંક વિસ્તારમાં ફરી રહ્યો છે.

દીપડો પકડવા માંગણી
વહેવલ તેમજ આજુબાજુના ગામોમાં છેલ્લા ઘણા દિવસથી રહેણાંક વિસ્તારમાં દીપડો નજરે પડી રહ્યો છે.મનુષ્ય પર દીપડાના હુમલાના બનાવો બન્યા નથી પરંતુ વન વિભાગ ગંભીરતા દાખવી આ બિન્દાસ્ત ફરતા દીપડાને પાંજરે પુરી સ્થાનિક રહીશોને ભયમુક્ત કરે એ અત્યંત જરૂરી છે. રાકેશભાઈ પટેલ, સ્થાનિક રહીશ

અન્ય સમાચારો પણ છે...