વ્યવહાર ઠપ:ઓંડચથી નિહાલી માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ

મહુવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલાકો સુધી પાણી ન ઓસરતા વાહનોની કતાર લાગી

મહુવા તાલુકાના ઓંડચ થી નિહાલી જતા માર્ગ પર શનિવારે સવારે ઘુમાસી ખાડીનુ પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયા હતો.જોકે કલાકો બાદ પાણી ઓસરી જતા વાહન વ્યવહાર ફરી શરૂ થઈ ગયો હતો. મહુવા તાલુકાના ઓંડચથી નિહાલી જતો માર્ગ મહુવા થી નવસારી જવામાં નજીક પડતો હોવાથી દિવસ રાત વાહનોથી ધમધમતો રહે છે.એ માર્ગ પર આવેલ ઘુમાસી ખાડીનો લો લેવલ કોઝવેના સ્થાને હાઈ લેવલ પુલ બનાવાતા જ દર ચોમાસે રસ્તો બંધ થઈ જવાની સમસ્યા થી ગ્રામજનોને મુક્તિ મળી ગઈ હતી.

જેને લઈ આજુબાજુના ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો પરંતુ ચોમાસુ શરૂ થતાની સાથે જ વાહનચાલકો ફરી મુશ્કેલીમા મુકાઈ ગયા છે.શુક્રવારે અને શનિવારે વર્ષેલ ધોધમાર વરસાદના પરિણામે ઓંડચ નિહાલી માર્ગ પર ઘુમાસી ખાડીના પાણી ફરી વળ્યા હતા.ઘુટણ સમા પાણી માર્ગ પર ભરાતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. વાહન વ્યવહાર બંધ થતા માર્ગની બંને બાજુ વાહનોની કતાર લાગી ગઈ હતી. કલાકો સુધી વાહન વ્યવહાર બંધ રહ્યો હતો.જોકે ત્યારબાદ વરસાદ બંધ થતા પાણી ઓસરી ગયા હતા અને વાહન વ્યવહાર શરૂ થઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...