મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર ભગવાનપુરા ગામની સીમમાં ટેમ્પો ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ટેમ્પો સીધો ઘરમાં ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ટેમ્પો ચાલકને ઇજા થતાં ત્વરિત 108 મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. સવારે સર્જાયેલા અકસ્માતનો અવાજ સાંભળી મોટી સંખ્યામાં સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
પ્રાપ્ત વિગત મુજબ મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર ભગવાન પુરા ગામે છોટા હાથી ટેમ્પા ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માતની ઘટનાથી સ્થાનિક ઘરના સભ્યોમાં ભયનો માહોલ સર્જાયો હતો. મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર અનાવલ તરફથી મહુવા તરફ જતો છોટા હાથી ટેમ્પો (GJ-19-Y-0486)ના ચાલકે પોતાના કબજાના વાહન પરનો કાબૂ ગુમાવતા વાહન રોડની રોંગ સાઈડમાં ભગવાનપુરા ગામે વિષ્ણુભાઈ ના ઘરના આંગણામાં ઉભેલો છોટા હાથી ટેમ્પો (GJ-19-Y-0266) સાથે ધડાકા ભેર અથડાયો હતો, જેને લઈ બંને ટેમ્પો ઘરના ઓટલાના ભાગે પહોંચી ગયા હતા.
આંગણામાં હેન્ડપમ્પ હોવાથી ટેમ્પો અટકી જતા બાજુના ઘરને મોટુ નુકશાન પહોંચ્યું ન હતું. જોકે વિષ્ણુભાઈના ઘરને નુકશાન થવા પામ્યું હતું. વહેલી સવારે 7:00 થી 7:30 વાગ્યાના અરસામાં આ ઘટના બનતા ઘરના સભ્યો અંદર સુતા હતા, જેમનો આબાદ બચાવ થયો હતો. આ અકસ્માત સર્જાતા ઘરના સભ્યોમાં ભયનો માહોલ સર્જાયો હતો. અકસ્માત સર્જનાર ટેમ્પો ચાલકને ગંભીર ઇજા પહોંચતા તેઓને ત્વરિત 108 મારફતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.