મહુવા તાલુકાના ગુંદરણાથી લોંગડી સુધીના નવા રોડનું કામ શરૂ હોય આ રોડ ગુંદરણા પંથકના ગામડાઓને તાલુકા મથકે જવા માટેનો મુખ્ય રોડ છે જેથી ગુંદરણાથી લોંગડી સુધીનુ 6 કિ.મીનું અંતર છે જેમાં આ રસ્તો નવો બની રહ્યો છે જેમાં રોડની સાઈડ વધારવાનું કામ દોઢ મહિનાથી શરૂ છે છતાં કોન્ટ્રાક્ટર દ્વારા હજુ સુધી રોડની સાઈડ વધારવાનું કામ ચારથી પાંચ કિલોમીટર જ પૂર્ણ થયું છે.
ગુંદરણા પંથકના લોકો તાલુકા મથકે જતા હોય ત્યારે આ 4 કિલોમીટરના રસ્તામાં લોકો તોબા પોકારી જાય છે જેથી આ કામ કોન્ટ્રાક્ટર ગોકળગતિએ ચલાવતા હોય તેવું જોવા મળી રહ્યું છે આથી રોડ વધારવાની સાઇડનું કામ શરૂ હોય જેમાં રોડ ઉપર કપચી રહેતા ગાડીઓ વાહનો સ્લીપ થવાનો મોટો ભય રહે છે.
વાહનોના ટાયરો કપચીના કારણે ચીરાવવાનો મોટો ભય સેવાઈ રહ્યો છે આથી અકસ્માત થવાની મોટા પાયે ભીંતી સેવાય રહી છે આથી કોન્ટ્રાક્ટરની કામ બાબતે બેદરકારીઓ પણ જોવા મળે છે જેથી આ રોડનું કામ વહેલીતકે પૂર્ણ થાય તેવી ગુંદરણા, કસાણ ,લોંગિયા વગેરે ગામોની માંગ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.