તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુખદ મિલન:પાંચ દિવસે દીપડી અનાવલના ખેતરમાંથી મળેલું બચ્ચુ લઈ ગઈ

મહુવા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
દીપડી બચ્ચાને લઈ ગઈ તે વિડ્યો ફૂટેજ અને ખેતરથી દૂર પડેલ કેરેટ. - Divya Bhaskar
દીપડી બચ્ચાને લઈ ગઈ તે વિડ્યો ફૂટેજ અને ખેતરથી દૂર પડેલ કેરેટ.
 • શાકભાજીના કેરેટમાં દીપડીના બચ્ચાને મુકવામાં આવ્યુ હતુ

મહુવા તાલુકાના અનાવલ ગામે ડિગ્રીમોરા ફળિયામાં રહેતા ખેડૂત મિતેશભાઈ પટેલના ખેતરમાં શેરડી કાપણી માટે મજૂરો દ્વારા ખેતર સળગાવતા દીપડીના બે બચ્ચા મળી આવ્યા હતા. બંને બચ્ચા આગમાં ગંભીર રીતે દાઝી ગયા હતા. બે બચ્ચા પૈકી એકનુ દાઝી જવાથી મોત નીપજ્યુ હતુ, જ્યારે બીજા બચ્ચાનો વન વિભાગ દ્વારા કબ્જો લઈ વેટરનરી ડોક્ટર પાસે સમયસર સારવાર આપી બચાવી લેવાયુ હતુ.

જે ઘટના બાદ બચ્ચાંના વિરહમાં દીપડી તોફાની બની સ્થાનિકોને નુકશાન ન પહોંચાડે તે માટે વન વિભાગ દ્વારા એક માસના બચ્ચાને માતા સાથે સુખદ મિલન કરાવવાનુ નક્કી કર્યુ હતુ અને સોમવાર સાંજથી દીપડીના બચ્ચાને ખેતરમાં મૂકી કેમેરા ગોઠવી દીપડી આવવાની રાહ જોતા હતા. અંતે પાંચ દિવસે શુક્રવારે રાત્રિના દીપડી ખેતરમાં આવી હતી અને ખેતરમાં વન વિભાગ દ્વારા મુકેલા બચ્ચાને લઈ પલાયન થઈ હતી. દીપડી અને બચ્ચાનું અંતે પાંચ દિવસ બાદ સુખદ મિલન થયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો