તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાસ્તવિકતા:મહુવા તાલુકાના 54 આઈસોલેશન સેન્ટરમાં કોઈ દાખલ થવા તૈયાર નથી

મહુવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહુવા તાલુકાના ગામોમાં બનાવેલ કોવિડ આઈસોલેશન સેન્ટર. - Divya Bhaskar
મહુવા તાલુકાના ગામોમાં બનાવેલ કોવિડ આઈસોલેશન સેન્ટર.
  • સરકારે કહ્યું અને પંચાયતે ગાદલા પાથરી દીધા પરંતુ
  • 1199 એક્ટિવ કેસ છતાં સુવિધાના અભાવે અહીં કોઇ દાખલ નથી થયું

મહુવા તાલુકાના ગામોમાં અગાઉ તરસાડી ગામે માલિબા કોલેજમાં શરૂ કરાયેલા કોવિડ કેર સેન્ટરને બાદ કરતા ચાલુ મહિનામાં શરૂ કરાયેલા 54 જેટલા કોવિડ કેર સેન્ટરમાં હાલ સરકારી ચોપડેના 1199 એક્ટિવ કેસો પૈકી એક પણ દર્દી આઇશોલેશન માટે નહીં આવતા આ યોજનાના આયોજનની સફળતા સામે પ્રશ્નાર્થ મુકાયો છે.

મહુવા તાલુકામાં કોરોનાના કેસો વધતાની સાથે જ તાલુકાના તરસાડી ખાતે ઓક્સિજનની સુવિધા તેમજ તબીબોની ટીમ સાથે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં હાલ 64 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર કરાવી રહ્યા છે, જ્યારે હાલ સરકારના આયોજન પ્રમાણે ગામેગામ કોવિડ આઈશોલેશન સેન્ટર બનાવવામાં આવ્યા છે, જેમાં મહુવા તાલુકામાં 54 જેટલા કોવિડ આઈશોલેશન સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે પૈકી એક પણ આઇશોલેશન સેન્ટરમાં એક પણ કોરોના પોઝિટિવ દર્દી આઇશોલેશન માટે નહીં આવતા આશ્ચર્ય ફેલાયુ છે.

તાલુકાના સરકારી તંત્ર દ્વારા આ કોવિડ કેર સેન્ટરના નિર્માણ માટે ગ્રામપંચાયત પર ખૂબ જ દબાણ કર્યું. આ સેન્ટરો નિર્માણ તો કરાયા પરંતુ આ નવા નિર્માણ કરાયેલા 54 કોવિડ આઈશોલેશન સેન્ટરો પર એક પણ કોરોના પોઝિટિવ દર્દી આઇશોલેશન માટે નહીં આવતા આ કોવિડ કેર સેન્ટરની કામગીરી અને યોજનાના અમલવારી સામે જ અનેક પ્રશ્નો ઉદ્દભવ્યા છે. હાલ તાલુકાના ગામોમાં કુલ 1199 જેટલા કોરોના પોઝિટિવના એક્ટિવ કેસ છે અને કરચેલીયા ગામે તો 100થી વધુ એક્ટિવ કેસ છે અને ગ્રામપંચાયત દ્વારા બંધ પડેલા હોસ્પિટલમાં સુવિધાયુક્ત કોવિડ આઈસોલેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે છતા કોઈ દર્દીઓ ત્યાં રહેવા આવવા તૈયાર નથી.

ગામમાં જ 100 કેસ છે છતા કોઇ આવતું નથી
કરચેલીયા ગામે 100થી વધુ કોરોના પોઝિટિવના એક્ટિવ કેસ છે. ગામમાં કોવિડ આઈશોલેશન સેન્ટર બનાવ્યા બાદ ફળિયે ફળિયે જઈ આ આઈશોલેશન સેન્ટરમાં રહેવા માટે પોઝિટિવ દર્દીઓને જણાવવામાં આવ્યુ છે પરંતુ કોઈ દર્દી આ આઈશોલેશન સેન્ટરમા રહેવા તૈયાર નથી. > સુમિત્રાબેન ગરાસીયા, સરપંચ, કરચેલીયા

અમારી દેખરેખ રાખવાવાળું જ કોઇ નથી
કોરોના પોઝિટિવ દર્દીના જણાવ્યા મુજબ નાના ઘરમાં પરિવારજનોની સંખ્યા વધુ હોય અને ઘરે આઈશોલેશનની સુવિધા ન હોય તો પણ અમે ગામમાં બનાવેલા આ આઈશોલેશન રૂમમા જઈશું નહિ કેમકે અમને ત્યાં જોવા વાળુ કોઈ નથી. રાત્રિ દરમિયાન કંઈ તકલીફ પડી તો શું કરવુ, કયા સાધનમાં જવુ એવી અનેક સમસ્યાઓ છે.

અન્ય સમાચારો પણ છે...