તસ્કરી:મહુવા રોડ પર આવેલા એન.જે. ફાર્મમાંથી સેનેટરી સામાનની ચોરી

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મહુવાના બીડ ખાતે આવેલા ફાર્મ હાઉસ જેને તસ્કરો દ્વારા નિશાન બનાવવામા આવ્યુ હતુ. - Divya Bhaskar
મહુવાના બીડ ખાતે આવેલા ફાર્મ હાઉસ જેને તસ્કરો દ્વારા નિશાન બનાવવામા આવ્યુ હતુ.
  • મહુવા સુગરના ડિરેક્ટરના ફાર્મ હાઉસમાં બનેલી ઘટના

મહુવા બારડોલી સ્ટેટ હાઈવે પર બીડ ગામની સીમમાં મહુવા તાલુકા ભાજપ માજી પ્રમુખ જીગરભાઈ નાયકના એન.જે ફાર્મ પર અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતા અને નળ તેમજ સેનેટરી સામાન ચોરી કરી પલાયન થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. તસ્કરોના આતંકને લઈ મહુવા તાલુકામા ફફડાટ ફેલાઇ ગયો છે.

મહુવા તાલુકાના ગામોમાં ફરી તસ્કરો સક્રિય થતા તાલુકાની જનતા ચિંતિત બની ગઈ છે.હાલ તસ્કરો ઘરો બાદ બંધ ફાર્મ હાઉસને પણ નિશાન બનાવી રહ્યા છે. મહુવા તાલુકાના બિડ ગામની સીમમાં મહુવા બારડોલી સ્ટેટ હાઈવે પર મહુવા તાલુકા માજી ભાજપ પ્રમુખ અને મહુવા સુગરના ડિરેક્ટર જીગરભાઈ નાયકનુ એન.જે ફાર્મ હાઉસ આવેલ છે, જે ફાર્મ હાઉસમાં રાત્રી દરમિયાન અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતા અને દરવાજાનુ તાળુ તોડી અંદર પ્રવેશી સામાન વેરવિખેર કરી શોધખોળ હાથ ધરી હતી.

પરંતુ કોઈ ભાળ ન મળતા અંતે તસ્કરો ફાર્મ હાઉસમાંથી નળ અને સેનેટરી સામાન ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ઉપરાંત એસીનો કોપર પાઈપ કાપી નુકશાન પણ કરી ગયા હતા. ઘટના અંગે ફાર્મ હાઉસ માલિક જીગરભાઈ નાયકને જાણ થતા ત્વરિત તેમણે ઘટના અંગે મહુવા પોલીસને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...