તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકોમાં રોષ:લોકોનું આસ્થાનું સ્થાન અને પર્યટક સ્થળના વિકાસમાં કરાતી ઉપેક્ષા

મહુવા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એક વર્ષ પહેલા દિવાલનું ખાતમુહૂર્ત થયું તે થયું
 • મહુવા ભવાની મંદિરની રક્ષિત દિવાલ સહિતના અનેક પ્રશ્નો લાંબા સમયથી અણઉકેલ

મહુવાની અતિ પ્રાચીન ઓળખ મહુવામાંથી ભુસાઇ જાય અને મહુવાનું અસ્તિત્વ અને આગવી ઓળખ ન રહે તે પહેલા ભગવાન શ્રીકૃષ્ણ દવારા થયેલ રૂક્ષ્મણી હરણના ઈતિહાસ સાથે સંકળાયેલુ મહુવાનું પ્રાચીન ભવાની માતાજીનું મંદિરે જવા અંજવાળા પાથરવાની જરૂર છે. તેમજ રોડના નવીનીકરણ અને ભવાની મંદિરના રક્ષણ માટેની દિવાલ વહેલી તકે બનાવવાની જરૂર છે. રક્ષિત દિવાલ યોજનાનું ખાતમુહુર્ત ગઇ તા.29/12/19ને રવિવારે એટલે કે એક વર્ષ પહેલા મહુવાના ધારાસભ્ય આર.સી. મકવાણા, જીલ્લા પંચાયતના ચેરમેન ભરતભાઇ હડિયા, જીલ્લા એજ્યુક્યુટીવ એન્જી. આર.બી. પટેલ, ભવાની મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ વગેરેની ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવેલ પરંતું આજ સુધી કામ શરૂ ન થતા લોકોમાં રોષ વધી રહ્યોં છે.

મહુવા ભવાની મંદિર પાસે આવેલ દરિયા કિનારાના બીચ ઉપર દરરોજ તેમજ વાર-તહેવાર અને વેકેશનના દિવસોમાં હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે.ઘણા સમય પહેલા વિકાસના નામે ડિમોલેશન કરી બીચમાં જવાનો રસ્તો ચોખ્ખો કર્યા બાદ પણ પ્રવાસન વિભાગ દ્વારા આ સ્થળનો કોઈ વિકાસ કર્યો નથી.મહુવાથી ભવાની મંદિરના રસ્તા ઉપર વહેલી સવારે અને મોડી સાંજથી અંધારૂ હોય સહેલાણીઓ અને દર્શનાર્થીઓ ભારે હાલાકી ભોગવી રહ્યાં છે.

અંધારાના કારણે તમામને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.આથી મહુવાથી ભવાની મંદિર સુધી સ્ટ્રીટ લાઇટ પાથરવાની જરૂર છે. તેમજ મંદિર નજીકનો રસ્તો બાવળોથી ઘેરાયેલો રહેતો હોય સમયાંતરે આ બાવળો કાપવાની તસ્દી તંત્ર દ્વારા લેવામાં આવી નથી. તેમજ મંદિર નજીકનો પાળા ઉપરનો રસ્તો ખખડધજ હોય નવો બનાવવામાં આવતો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો