તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:નિર્માણાધિન પુલમાં વપરાતું હલકુ મટિરિયલ અંતે ખસેડાયું

મહુવા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પુલના બાંધકામની કામગીરીમાં વપરાતું હલકી કક્ષાનું મટીરીયલ આખરે ખસેડાયુ. - Divya Bhaskar
પુલના બાંધકામની કામગીરીમાં વપરાતું હલકી કક્ષાનું મટીરીયલ આખરે ખસેડાયુ.
  • વહેવલ અને કોષ ગામને જોડતા કોષ ખાડી પર કરોડોના ખર્ચે પુલનું નિર્માણ થઇ રહ્યું છે

મહુવા તાલુકાના વહેવલ અને કોષ ગામને જોડતા કોષ ખાડી નદી પર નિર્માણ થતા પુલના બાંધકામની કામગીરીમાં વેઠ ઉતારાતી હોવાની ફરિયાદ બાદ દિવ્ય ભાસ્કરમા સતસ્વીર અહેવાલ પ્રસિદ્ધ થતા જ જવાબદાર તંત્રના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને કામ કરનાર એજન્સી વિરુદ્ધ લાલ આંખ કરતા ત્વરિત કામ કરનાર એજન્સીએ હલકીકક્ષાનું મટીરીયલ ઘટના સ્થળેથી ખસેડી લીધું હતુ.પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના આદિવાસી વિસ્તારમાં આવેલ કોષ ખાડી નદી ઉપર વહેવલ કોષ ગામને જોડતો કરોડોના ખર્ચે નવો પુલ નિર્માણ થઈ રહ્યો છે.

આ પુલ નિર્માણની કામગીરીમાં કામ કરનાર એજન્સી દ્વારા હલકી કક્ષાનું મટીરીયલ વપરાતું હોવાનું સ્થાનિકોની અને તાલુકાના આગેવાનોની ફરિયાદ આધારે પુલ નિર્માણની કામગીરીમા કામ કરનાર એજન્સી દ્વારા હલકી કક્ષાનું મટીરીયલ વાપરી વેઠ ઉતારાતી હોવાનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં સતસ્વીર બુધવારને 24 માર્ચના રોજ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થતા જ જવાબદાર તંત્રના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને કામ કરનાર એજન્સી વિરુદ્ધ લાલ આંખ કારી સૂચના આપતા જ કામ કરનાર એજન્સી દ્વારા ત્વરિત પુલ નિર્માણ સ્થળે થી હલકી કક્ષાનું મટીરીયલ હટાવી દીધું હતુ જે જોઈ સ્થાનિકો આનંદિત થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો