તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહુવા નગરપાલિકા દ્વારા મહુવા શહેરને ત્રણ દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે. મહુવાના નાગરિકો મહુવાને એકાતરે પાણી મળે તે માટે વર્ષો થી માંગ કરી રહ્યા છે. મહુવા નગરપાલિકા સત્તાવાળાઓએ વર્ષોથી મહુવાને 8 એમએલડી ના બદલે 21 એમએલડી પાણી ગુજરાત વોટર સપ્લાય ઇન્ફ્રાસ્ટક્ચર લી. પાસેથી મહી પરીએજ યોજનાનું પાણી મળે તેવી રજુઆતો કરી છે. પરંતુ હજુ મંજુર કરાવી શકયા નથી. મહુવાનો પાણીનો પ્રશ્ન હલ કરવા 8 એમએલડીથી વધારીને 21 એમએલડી પાણી મળતુ થાય તેમજ નગરપાલિકા પાસે મહી પરીએજ યોજનાનુ પાણી જયારે ન મળે તેવા સંજોગોમાં પોતાનો પાણીનો સ્ત્રોત હોવો જોઇએ.
જે માટે માલણ ડેમ આધારીત પાણી પુરવઠા નં.1 પુન: જીવીત કરવા નવી પાઇપ લાઇન નાખવા માટે સરકાર પાસેથી ગ્રાન્ટ, સ્વભંડોળ અથવા તો લોકભાગીદારી જેવી કોઇ સરકારી સ્કીમ મેળવી અને તે માટે ઘટતુ ફંડ મેળવવા સદાય મહુવાના હિત માટે ધારાસભ્ય, લોકસભાના સભ્ય દ્વારા પરિણાત્મક રજુઆત સરકારમાં કરવામાં આવે તેવી જરૂરિયાત ઉભી થવા પામી છે. પ્રતિ વર્ષે ઓછા વરસાદના કારણે, નદીના દબાણો, રેતીની ગેર કાયદેસર ખનન પ્રવૃતિ, ડેમના અનુશ્રવણ વિસ્તારમાં બનેલા ચેક ડેમો જેવા અનેક કારણોસર માલણ ડેમમાં પણ પાણી ઓછુ આવે છે.
અને મહી પરીએજ યોજનાનું દ્વારા મળતુ પાણી મેળવવામાં પણ અનેક મુશ્કેલીઓ આવે છે. મશીનરી રીપેરીંગ પાવર કાપ લાઇનના સમારકામ વગેરે કારણોસર પાણી વહેલા મોડું ઓછુ કે બે-ત્રણથી અઠવાડીયા સુધી મળતુ થાય ત્યારે પાણીનો મોટો પ્રશ્ન ઉભો થવા પામે છે. નગરપાલિકાની હયાત લાઇનમાંથી અનેક ગેરકાયદેસર કનેકશન ઉપરાંત તપોવન હનુમાન પાસે છેલ્લા બે વર્ષથી તુટેલી લાઇનના કારણે સેંકડો લીટર પાણી દર અઠવાડીએ બે વખત વેડફાય રહ્યું છે. મહુવાને લગભગ બે મહિને 4 થી 5 વખત લાઇનમાં ભંગાણ, પાવર સપ્લાયની અનિયમિતતા, રીપેરીંગ વગેરે પરીસ્થિતિને કારણે ઓછુ કે બીલકુલ પાણી ન મળે તેવુ અનેક વખત બન્યું છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.