આત્મનિર્ભર ગ્રામ યાત્રા:મહુવાના ગુણસવેલથી આત્મનિર્ભર યાત્રાને મંત્રી કનુ દેસાઈએ પ્રસ્થાપન કરાવ્યુ

મહુવા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરત જિલ્લામાં રૂ.139 કરોડના વિકાસકાર્યોનું ઈ-ખાતમુહૂર્ત-લોકાર્પણ અને વ્યક્તિગત સહાય
  • રાજ્ય સરકારના સતત પ્રયાસોથી પ્રાથમિક સુખ સુવિધાઓ તમામ ગામડાઓમાં પહોંચી છે

દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘આઝાદીનો અમૃત્ત મહોત્સવ’ અભિયાન અંતર્ગત ગ્રામવિકાસ વિભાગ દ્વારા તા.18 થી 20 નવેમ્બર દરમિયાન રાજ્ય વ્યાપી ‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’ યોજાઈ રહી છે. જેના ભાગરૂપે રાજ્યના નાણામંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈએ સુરત જિલ્લાના મહુવા તાલુકાના ગુણસવેલ ગામેથી ‘આત્મનિર્ભર ગ્રામયાત્રા’ને ફ્લેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.

આ અવસરે મંત્રીના હસ્તે સુરત જિલ્લાના વિવિધ ગામોમાં કુલ 139 કરોડના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણની ઈ-તકતીઓનું અનાવરણ અને યોજનાકીય સહાયના મંજૂરીપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં 133.47 કરોડના 4169 વિકાસ કામો તેમજ પી.એમ.જન આરોગ્ય યોજના-આયુષ્માન કાર્ડ, બાલ અને માતૃશક્તિ કિટ્સ, છત્રી, શેડ કવર, કૃત્રિમ બીજદાન વાછરડી સહાય, સખી મંડળ-સ્વસહાય જૂથ સહિતની યોજનાના લાભાર્થીઓને .5.65 કરોડના વ્યક્તિગત લાભોનું વિતરણ કરાયું હતું. મંત્રીએ 7 લાખના ખર્ચે નવનિર્મિત ગુણસવેલ-1 આંગણવાડી કેન્દ્રનું પણ લોકાર્પણ કર્યું હતું. આ આંગણવાડીની મુલાકાત લઈ તેમણે અહીં વૃક્ષારોપણ કર્યું હતું.

પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના સતત પ્રયાસોથી પ્રાથમિક સુખસુવિધાઓ તમામ ગામડાઓમાં પહોંચી છે. ગ્રામજનોને પણ વિકાસના ફળો સમાન રીતે ઉપલબ્ધ થાય એ માટે આત્મનિર્ભર ગ્રામ યાત્રા શરૂ કરવામાં આવી છે. આ યાત્રાથી ગામડાઓને વિકાસકાર્યોનો લાભ પણ મળશે અને આત્મનિર્ભર બનવાની પ્રેરણા પણ મળશે. દેશમાં વિકાસયાત્રા વેગવાન બની છે, જેનો લાભ દેશના કરોડો લોકોને મળી રહ્યો છે એમ જણાવી મંત્રીશ્રીએ વનબંધુ કલ્યાણ યોજના, જનધન યોજના, મા અમૃત્તમ, વાત્સલ્ય યોજના, આયુષ્માન ભારત જેવી લોકપ્રિય અને યશસ્વી યોજનાઓનો ઉલ્લેખ કરી જનહિતની યોજનાઓનો લાભ મેળવવા ઉપસ્થિત સૌ ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.આ ત્રિદિવસીય યાત્રા અંતર્ગત સુરત જિલ્લા પંચાયતની 36 સીટ વિસ્તારમાં જનજાગૃતિ માટે 3 વિકાસ રથ પરિભ્રમણ કરશે.

જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.બી.પ્રજાપતિ, જિલ્લા ભાજપા પ્રમુખ સંદિપભાઈ દેસાઈ, સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન જીનેશ ભાવસાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...