હાલાકી:મહુવા માલણ નદીનો પુલ માંગે છે મરામત

મહુવાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહુવા પાસે આવેલ એન.એચ.51 ને જોડતો માલણ નદી ઉપરનો નવનાળા તરીકે ઓળખાતો પુલ તદ્દન જર્જરીત બિસ્માર હાલતમાં પહોંચેલ છે. પુલ તુટે અને તળાજાની શેત્રુંજી નદીના પુલની જેવી પરીસ્થિતી સર્જાય તે પહેલા સમયસર પગલા ભરવા માંગ ઉભી થવા પામી છે.મહુવા- ભાવનગર રોડ ઉપર મહુવા બાયપાસને જોડતો એન.એચ.51 ઉપરનો માલણ નદીનો પુલ તદ્દન જર્જરીત હાલતમાં આવી ગયો છે. પુલ ઉપર મોટા ખાડા પડી ગયેલ છે. જેના કારણે નાના મોટા અકસ્માતો થઇ રહ્યાં છે. અને કોઇ મોટી હોનારત થાય તે પહેલા જવાબદાર તંત્ર દ્વારા તાકીદે પુલ રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ વાહનચાલકો અને મુસાફરોમાં ઉભી થવા પામી છે.રોજના અસંખ્ય વાહનો, હેવી લોડેડ ટોરસ ટ્રક આ પુલ ઉપરથી ફરજીયાત પણે પસાર થવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...