મહુવા તાલુકાની મહુવા વિભાગ પીપલ્સ કો.ઓ.ક્રેડિટ લિ.સોસાયટીની યોજાયેલ ચૂંટણીમાં 53 ટકા મતદાન થયુ હતુ.જે મતગણતરી આજરોજ મહુવા હાઈસ્કૂલમાં હાથ ધરવામાં આવી હતી, જેમાં સહકાર પેનલના તમામ ઉમેદવારોનો જંગી બહુમતીથી વિજય થયો હતો, જ્યારે હરીફ ચાર ઉમેદવારોની ડિપોઝીટ પણ ડુલ થઈ હતી.મહુવા પિપલ્સ કો.ઓ.ક્રેડિટ લિ.સોસાયટીની ચૂંટણીમાં મહુવા તેમજ આજુબાજુના 26 ગામના મતદારોએ રવિવારના રોજ ઉત્સાહ પૂર્વક મતદાન કરતા 53 ટકા જેટલુ મતદાન થયુ હતુ. મતગણતરી સોમવારના રોજ સવારે મહુવા હાઈસ્કૂલમા હાથ ધરવામાં આવી હતી.
મતદારોએ એક તરફી મતદાન કરતા સહકાર પેનલના 17 ઉમેદવારોનો વિજય થયો હતો. સહકાર પેનલના કર્ણધાર અને સંસ્થાના સ્થાપક પ્રમુખ જનકભાઈ દેસાઈને સૌથી વધુ 2153 મત મળ્યા હતા. જ્યારે બીજા ક્રમે મહુવાના દિલીપભાઈ શાહને 2079 મત અને ત્રીજા ક્રમે મહુવાના પારસી અગ્રણી પોરસ મોગલને 2077 મત મળ્યા હતા. હરીફ ચાર ઉમેદવારોનો કારમો પરાજય થયો હતો.
હરીફ ઉમેદવારોને ફક્ત ત્રણ આંકડામાં જ મતો મળ્યા હતા, જેના પરિણામે તેમની ડિપોઝીટ પણ ડુલ થઈ હતી. આ ચૂંટણીમાં સહકાર પેનલના કન્વિનર તરીકે તાલુકા ભાજપ પ્રમુખ હિતેશભાઈ નાયક, સહ કન્વિનર તરીકે સુરત જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન જીનેસભાઈ ભાવસાર અને મહુવા પંચાયતના સરપંચ અનિલભાઈ પટેલે ઉત્કૃષ્ટ કામગીરી કરી પોતાની પેનલના તમામ ઉમેદવારો વિજય બનાવ્યા હતા.
ઉમેદવાર અને તેમને મળેલ મતો
અમૃતભાઈ ચૌહાણ -2044, અરવિંદભાઈ પટેલ-2056, અલકાબેન હાંસોટી-2053, અક્ષય પટેલ-2037, કૃણાલકુમાર પટેલ-2035, ગમનલાલ ઢીમ્મર-2053, દિલીપકુમાર શાહ-2079, જનકરાય દેસાઈ -2153, જનીતા નાયક-2027, પૂનમભાઈ ભક્ત-395, પોરસ મોગલ-2077, પ્રશાંતકુમાર દેસાઈ-1977, બળદેવભાઈ સુચલ-479,બળવંતભાઈ સુચલ-1963, ભગુભાઈ પટેલ-447, ભરતભાઈ પટેલ-1987, ભીખુભાઈ પટેલ-1993, મૌલિક શાહ-1940, રાજુભાઈ નાયક-365, વિજયકુમાર ભાવસાર -1906, સુમનભાઈ ચૌધરી-1853.
સભાસદોની અપેક્ષા પરિપૂર્ણ કરવા કટિબદ્ધ
મહુવા વિભાગ પિપલ્સ કો.ઓ.ક્રેડિટ સોસાયટીની સ્થાપના 1995મા થઈ હતી. સંસ્થાએ 27 વર્ષની વિકાસ યાત્રામાં સભાસદોના કલ્યાણ માટે અને મધ્યમ તથા ગરીબ વર્ગના લોકો માટે અનેકવિધ કામગીરી કરી છે. આ અમારી નહિ પરંતુ સભાસદોની જીત થઈ છે અને અમો સૌ વ્યાસ્થાપક સમિતિના સભ્યો સભાસદોની અપેક્ષાઓને પરિપૂર્ણ કરવા હંમેશા કટિબદ્ધ રહીશું.> જનકરાય દેસાઈ, પિપલ્સ ડિરેક્ટર અને સ્થાપક પ્રમુખ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.