તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકઆંદોલન:મહુવા-તળાજા ખખડધજ રોડના પ્રશ્ને લોકઆંદોલન

મહુવા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રોહિસા ચોકડી ખાતે રસ્તા રોકો આંદોલનથી અધિકારીઓ અને પોલીસ દોડતી થઇ

મહુવા - તળાજાના ખખડધજ જુના રોડનું રીપેરીંગ કરવાની દરકાર નેશનલ હાઇવે ઓથોરીટી ન લેતા ગ્રામજનોએ સ્વયંભુ લોક આંદોલનના મંડાણ કર્યા હતા.મહુવા પાસે રોહિસા ચોકડી ઉપર ઓથા ગામના સરપંચ અને લોકોના ટોળા રોડ રોકો આંદોલન કરતા પોલીસ અને પ્રાંત અધિકારી સ્થળ ઉપર ધસી ગયા હતા અને આંદોલનને સમજાવટથી પુર્ણ કરેલ.

છેલ્લા ત્રણ વર્ષથી રોડ આ જ હાલતમાં હતો પરંતુ લોકોના કહેવા પ્રમાણે જમવામાં જગલો અને ફુટવામાં ભગલો તે કહેવત મુજબ કોઇને આંદોલનનુ સુઝયુ નહી, પરંતુ રોડનો કોન્ટ્રાક્ટ નવો અપાણો અને તુરંત જ કામ શરૂ થવાનુ હોય તેવા સમયે આંદોલનનુ ઉંબાડીયું કર્યુ હોય તેમ લાગે છે. છેલ્લા બે વર્ષથી થતી રજુઆતમાં પી.એમ.ઓ. સુધી ફરીયાદ કરતા નવો કોન્ટ્રાક્ટ અપાયો હોવાનું જાણવા મળેલ છે પરંતું નવો કોન્ટ્રાકટ અપાયા બાદ પણ કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહી લોકોનો લોક ભભુકી ઉઠયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો