તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેસ્ટ માંથી બેસ્ટ:લોકડાઉનમાં મળી ફૂરસદની પળો, તો યુવાનોએ વેસ્ટ ચીજોમાંથી ગાર્ડન બનાવી દીધું

મહુવા3 મહિનો પહેલાલેખક: જયદીપસિંહ પરમાર
  • કૉપી લિંક
  • ડુંગરી ગામે નહેરના કિનારે બનેલા વેગી ગાર્ડનને જોવા તેમજ સેલ્ફી લેવા દૂર દૂરથી યુવાનો આવી રહ્યા છે

કોરોનામાં લોકડાઉન જાહેર થતા જ લોકોએ ઘરે બેસવાની નોબત આવી હતી. પરંતુ મહુવા તાલુકાના ડુંગરી ગામના યુવકોએ ઘરે બેસી સમયનો સદઉપયોગ થાય અને મોટા ખર્ચ વિના ગામની શોભા પણ વધે એવી કામગીરી કરવાનું સુરત જિલ્લાના મહુવા તાલુકાના ડુંગરી ગામના વેગી ફળિયાના 8 યુવાનોએ નક્કી કરી વેસ્ટ વસ્તુઓ ભેગી કરવાનું શરૂ કર્યુ હતુ. પ્લાસ્ટિકની બોટલ, ટાયર, લાકડા, પથ્થર, ટાયરની રીંગ, નકામા બલ્બ, લીલા નાળિયેર (તરોપા) જેવી વેસ્ટ વસ્તુઓ ભેગી કરી કાકરાપાર ડાબા કાંઠાની નહેરના તટે ગાર્ડન બનાવવાની કામગીરી શરૂ કરી હતી. જોત જોતામાં ે 3 માસની અંદર ઝુંપડી સાથેનો અદ્દભુત ગાર્ડન તૈયાર કરી દીધું હતું.

3 મહિનાની મહેનતે રોનક આવી

​​​​​​​ગામના યુવાનો લોકડાઉનમા નોકરી ધંધા તેમજ શાળા બંધ હોવાથી ઘરે નવરા બેસવા કરતા ગામના વિકાસ માટે કંઈ નવુ કરવાનું વિચારી વેસ્ટ વસ્તુઓ જેવી કે ખાલી બોટલ,ટાયર,લાકડા,ટાયર ની રિંગ,પથ્થરો ભેગા કરી બે થી ત્રણ માસની મહેનતે બેસ્ટ ગાર્ડન તેમજ બેસવા માટે ઝુંપડી બનાવી હતી.જે ત્યાંથી પસાર થનારા માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. અને રાહદારીઓ પોતાનું વાહન થંભાવી મોબાઈલમા અદ્દભુત કામગીરીનો ફોટો ખેંચવાનું ચૂકતા નથી.

સોશિયલ મીડિયા પર પણ બોલબાલા
આ ગાર્ડન અંગે આજુબાજુના ગ્રામજનો તેમજ તાલુકાની જનતાને ખબર પડતા તેઓ મોંઘા કેમેરા લઈ આ સ્થળ પર ફોટોગ્રાફી માટે આવે છે.જે જોઈ લોકો આ કામગીરી અંગે વધુ માહિતગાર થાય તે માટે સોશિયલ મિડિયાના ઇન્સ્ટાગ્રામ પર મોડેલ ઓફ વેગી નામનું પેજ બનાવ્યું હતુ.જોત જોતામા આ પેજને 34,000 લોકોએ ફોલો કર્યુ છે. આ ગાર્ડન બર્થડે સેલિબ્રેશન માટે પણ ફેવરિટ બન્યું છે.

મહેનત રંગ લાવી તે વાતનો આનંદ
લોકડાઉનમાં ઘરે નવરા બેઠા હતા તે દરમિયાન અમોને નહેરના કિનારે વેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરી ગામની શોભા વધારવાનું નક્કી કર્યું હતુ.જે અંતર્ગત પ્લાસ્ટિકની ખાલી બોટલ,ટાયર,ટાયરની રિંગ જેવી વેસ્ટ વસ્તુઓઓ ઉપયોગ કરી ગાર્ડન બનાવ્યો હતો.જેનું વેગી ગાર્ડન નામ આપવામાં આવ્યું હતુ.અમારી કામગીરી ફક્ત અમારા ગ્રામજનોએ જ નહિ આજુબાજુના ગ્રામજનોએ પણ બિરદાવી અમને અભિનંદન આપ્યા હતા.અમારા ગામની અમારી આ કામગીરીથી નામના થઈ અને વિશેષ ઓળખ થઈ જે જાણી અમોને અત્યંત આનંદ થાય છે. > અમિતભાઈ ચૌધરી, વેગી ફળિયુ,ડુંગરી

અન્ય સમાચારો પણ છે...