તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાકાર્ય:મહુવામાં આજથી 24 કલાક એમ્બ્યુલન્સ સેવાનો શુભારંભ

મહુવા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુકે અને સ્થાનિક ટ્રસ્ટે સાથે મળી સેવા શરૂ કરી

મહુવા તાલુકાના મહુવા ગામે આજથી એમ્બ્યુલન્સ સેવાનો આરંભ કરવામાં આવ્યો છે.પીપલ્સ નિડ્સ ચેરીટેબલ ટ્રસ્ટ યુ.કે ના સૌજન્યથી મહુવા યંગ વેલફેર ટ્રસ્ટ દ્વારા મહુવા ગામ ખાતે એમ્બ્યુલન્સ સેવા નો આરંભ કરવામાં આવ્યો છે.આ એમ્બ્યુલન્સ સેવાનો ઉપયોગ દર્દીને કોઈપણ હોસ્પિટલમાં લઈ જવા તેમજ લાવવા માટે બારડોલી,નવસારી અને સુરત પ્રાઇવેટ તેમજ સરકારી હોસ્પિટલ સુધી જ સીમિત રાખવામાં આવી છે અને યંગ વેલફેર ટ્રસ્ટ દ્વારા ઇમરજન્સીમાં સૌ પ્રથમ 108 સેવાનો સંપર્ક કરવા માટે જણાવાયું છે.

આ એમ્બ્યુલન્સ સેવાનો લાભ ઓછામાં ઓછા ચાર્જ જેમાં નહીં નફો કે નુકસાન ના ધોરણે લેવામાં આવનારછે.આ એમ્બ્યુલન્સ સેવાનું ઓપનિંગ સુરત જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન જીનેશભાઈ ભાવસાર ના હસ્તે કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે જનકભાઈ દેસાઈ,અનિલભાઈ પટેલ,મહુવા ગ્રામ પંચાયત ના ડેપ્યુટી સરપંચ આરતીબેન શુક્લ હાજર રહ્યા હતા.પીપલ્સ નિડ્સ ચેરીટેબલ ટ્રસ્ટ યુ.કેના ચેરમેન હમીદ મલિકના મહુવા તાલુકા પ્રત્યેની ઉમદા ભાવના ને બિરદાવતા સુરત જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ના ચેરમેન જીનેશભાઈ ભાવસારે આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...