કાર્યવાહી:વલવાડા ઓલણ નદીના કિનારે ખેરના લાકડા પકડાયા

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુલ 3.60 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો

સુરત જિલ્લાના મહુવા તાલુકાનાં વલવાડા ગામની સીમમાંથી પસાર થતી ઓલણ નદીના કિનારેથી મહુવા વનવિભાગની ટીમે ખેરના લાકડાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વનવિભાગની ટીમે સ્થળ પરથી એક ટાટા પિકઅપ તેમજ એક કાર મળી કુલ 3.60 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગેરકાયદેસર રીતે લાકડાનો જથ્થો સંગ્રહ કરનાર ઉમેશ પટેલને વોન્ટેડ જાહેર કર્યો હતો.

આ અંગે મળતી માહિતી અનુસાર વનવિભાગની ટીમને બાતમી મળતા માંડવી વનસંરક્ષક સુરેન્દ્રસિંહ કોસાડા તેમજ મહુવા રેન્જના રેન્જ ફોરેસ્ટર ઉપેન્દ્રસિંહ રાઉલજી, રાઉન્ડ ફોરેસ્ટર કલ્પનાબેન ચૌધરી સહિતના સ્ટાફ સાથે મહુવા તાલુકાનાં વલવાડા ગામની સીમમાંથી પસાર થતી ઓલણ નદીના કિનારે રેડ કરી હતી. તે દરમિયાન ત્યાં કોઈપણ જાતની પરવાનગી વગર સંગ્રહ કરવામાં આવે ખેરના લાકડાનો જથ્થો તેમજ એક કાર નંબર (GJ-15-K-9643)તથા એક ટાટા પિકઅપ (GJ-21-T-2391) મળી આવ્યા હતા.

આ ખેરના લાકડાનો સંગ્રહ કરનાર ઉમેશ ખંડુભાઈ પટેલ વનવિભાગની રેડ જોઈ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. વનવિભાગની ટીમે સ્થળ પરથી ખેરના લાકડા તેમજ બે વાહનો મળી કુલ રૂ. 3.60 લાખનો મુદ્દામાલ કબ્જે કરી માંડવી ખેડપુર ડેપોમાં જમા કરવામાં આવ્યો હતો. જ્યારે ઉમેશ ખંડુ પટેલને વોંટેડ જાહેર કર્યો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...