મુશ્કેલી:ખરવાણ દૂધ મંડળીમાં પાંચમાં દિવસે પણ તાળાં‎

મહુવા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દૂધ શરૂ કરાવવા મંડળીના પ્રમુખ અને મંત્રીએ સુમુલના ચેરમેનને મળી રજુઆત કરી‎

મહુવા તાલુકાના ખરવાણ ગામે આવેલ દૂધ મંડળીમા સભાસદો દ્વારા ભરાતુ દૂધ ત્રણ વાર બિન ગુણવત્તાયુક્ત આવતા સુમુલ દ્વારા છેલ્લા પાંચ દિવસથી તેમનુ દૂધ સ્વીકારવાનું બંધ કરી દેવાતા સભાસદો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.દૂધ ફરી શરૂ કરાવવા રવિવારે સવારે મંડળીના પ્રમુખ અને મંત્રી દ્વારા સુમુલના ચેરમેનની વાંસકુઈ ખાતે મુલાકાત કરી દૂધ ફરી શરૂ કરાવવા રજુઆત કરી હતી.

મહુવા તાલુકાના ખરવાણ ગામે આવેલ ખરવાણ દૂધ મંડળીના 450 થી વધુ સભાસદો મંડળીમા દરરોજ સવાર સાંજ મળી 5000 લીટર થી વધુ દૂધ ભરે છે.પરંતુ ત્રણ વાર ગુણવત્તા ચકાસણીમા ખરવાણ દૂધ મંડળીનુ દૂધ બિન ગુણવત્તાયુક્ત આવતા તા-29 ડિસેમ્બર સાંજથી સુમુલ દ્વારા ખરવાણ દૂધ મંડળીનુ દૂધ સ્વીકારવાનુ બંધ કરી દિધુ હતુ.છેલ્લા પાંચ દિવસથી ખરવાણ દૂધ મંડળીનુ દૂધ સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સુમુલ દ્વારા સ્વીકારવાનું બંધ કરી દેતા ગરીબ સભાસદો મુશ્કેલીમા મુકાઈ ગયા છે.અને મંડળીને તાળા લાગી ગયા છે.

સભાસદોનુ દૂધ બંધ કરાતા ગરીબ પશુપાલક સભાસદોમા સુમુલના આ નિર્ણય સામે ભારે રોષ ફેલાય ગયો હતો.ગરીબ સભાસદોનુ રોજનુ 5000 લીટર દૂધ હાલ વેડફાઈ રહ્યુ છે જેને લઈ સભાસદોને હાલ મોટી નુકશાની વેઠવાની નોબત આવી છે.સુમુલ દ્વારા મંડળીનું દૂધલેવાનુ બંધ કરાતા પ્રમુખ સહિતના કમિટી સભ્યો સુરત સુમુલ ખાતે રજુઆત કરવા ગયા હતા.પરંતુ ત્યાં તેઓની સમસ્યાનો ઉકેલ ન આવતા ખરવાણ દૂધ મંડળી દ્વારા ગરીબોના હિત માટે ગુજરાત વિધાનસભાની એસટી કમિટીના પ્રમુખને પત્ર લખી ઉકેલ લાવવાની માંગ કરી હતી.

આદિજાતિ વિકાસ કમિશનર દ્વારા સુમુલના એમડી,જિલ્લા રજીસ્ટર, મદદનીશ નિયામક રોજગાર અને ખરવાણ દૂધ મંડળીના પ્રમુખને પત્ર લખી શુક્રવારે સાંજે 6.30 વાગ્યે સુરત ખાતે ઉપસ્થિત રહેવા જણાવ્યું હતુ.ત્યારબાદ પણ દૂધ લેવાનુ શરૂ ન થતા શનિવારે ખરવાણ દૂધ મંડળી ખાતે સભાસદો દ્વારા મિટિંગ કરી રેલી કાઢી સૂત્રોચ્ચાર કરી સુમુલના ચેરમેનને આવેદન આપી દૂધ શરૂ કરવાની માંગ સાથે વાંસકુઈ ડેરી પર ગયા હતા.

ચેરમેન 6 દિવસમાં ઉકેલની ખાતરી આપી
રવિવારના રોજ વાંસકુઈ ખાતે સુમુલના ચેરમેન માનસિંહભાઈ પટેલ જોડે રૂબરૂ મુલાકાત લઈ અમારી મંડળીનુ દુધ લેવાનુ શરૂ કરવા રજુઆત કરતા તેમણે આગામી પાંચ છ દિવસમાં યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.યોગ્ય ઉકેલ ન આવે ત્યાં સુધી અમોએ અમારા ગામના સભાસદોનુ દૂધ આજુબાજુના ગામની દૂધ મંડળીઓ સ્વીકારે એ માટે પણ રજુઆત કરી હતી. મહેન્દ્રભાઈ જોષી, પ્રમુખ,ખરવાણ દૂધ મંડળી

અન્ય સમાચારો પણ છે...