તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:મહુવા કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં જનચેતના આંદોલન

મહુવા13 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહુવા તાલુકાના વલવાડા ખાતે આજરોજ કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલ ના ભાવ વધારા ને લઈ જન ચેતના આંદોલન માટે સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

તરુણ વાઘેલાએ જણાવ્યું કે આદિવાસી વિસ્તારમાં મહામારી દરમિયાન આરોગ્ય સ્ટાફની ભરતી કરી ન હતી અને કોંગ્રેસ દ્વારા કોરોનાથી થયેલા મૃતકોને ચાર લાખ ચૂકવવાની માંગણીને લોકશાહીમાં દબાવી દેવામાં આવી રહી છે તો વીજબીલના ઉંચા દરોમાં આમ જનતાનું શોષણ થઈ રહ્યું છે. પોલીસ કાફલો ખડકી દેવાતા તરુણ વાઘેલાએ કહ્યું હતું કે અમારા પાસે તમામ આઈ.ડી પ્રુફ છે અમે આંતકવાદી નથી કોઈ ડરવાની જરૂર નથી.ધારાસભ્ય અનંત ચૌધરીએ જણાવ્યું હતું કે બંધારણમાં વાણી સ્વતંત્રતાની છુટ છે છતાં સરકાર જનતાના અવાજને દબાવવા માંગે છે. મોટી સંખ્યાંમાં પોલીસ જોતા આનંદ ચૌધરી કહ્યું હતું કે સરકાર પોલીસનો દેખાડો કરે છે અને મોંઘવારીમાં મહિલાઓને તેલના ભાવો રડાવી રહ્યા છે. કાર્યક્રમમાં કોંગ્રેસના 40થી 50 કાર્યકરો પાંખી હાજરી બાબતે કોંગ્રેસ તાલુકા પ્રમુખએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવાથી કાર્યકરોમાં ડરનો માહોલ હોવાનું જણાવી ટોચના નેતાઓ વચ્ચે પોલીસને જવાબદાર ગણી પોતાનો બચાવ કરી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...