તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:ગુજરાત બોર્ડના મહુવાના રિપીટર વિદ્યાર્થીઓને અન્યાય

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધો.12માં મહુવા કેન્દ્ર ફાળવવા ઉગ્ર માંગ
  • મહુવાથી ભાવનગર પહોંચતા પરીક્ષાર્થીઓનો 7થી 8 કલાકનો સમય અપડાઉનમાં બગડે છે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડના ધો.12ના મહુવાના રીપીટર વિદ્યાર્થીઓને કોરોના મહામારીના કપરા સમયમાં અન્યાય કરવામાં આવ્યો છે. ધો.10 અને ધો.12ના રિપીટર, ખાનગી, આઇસોલેટેડ વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી તા.15/7 થી તા. 28/7 દરમિયાન લેવાનાર છે. જેમાં ધો.10ના વિદ્યાર્થીઓને તાલુકા કક્ષાએ અને ધો. 12 ના વિદ્યાર્થીઓને જિલ્લા કક્ષાએ પરીક્ષા આપવાનું આયોજન થઇ રહ્યું છે.

મહુવા તાલુકાથી ભાવનગર શહેરનું અંતર 100 કિ.મી. છે. રસ્તો ખખડધજ અને ભંગાર છે. ત્રણથી સવા ત્રણ કલાકે ભાવનગર પહોચાય છે. વળી કોરોના મહામારીના કારણે બસના ઘણા રૂટો પણ બંધ છે. આથી વિદ્યાર્થીઓને સાતથી આઠ કલાકનો સમય અપડાઉનમાં અને સાડા ત્રણ કલાક પરીક્ષામાં મળી 11 થી 12 કલાકનો સમય બરબાદ કરવાનો રહેશે. વળી વિદ્યાર્થીની હોય તો વાલીએ પણ સાથે રહેવુ પડે. રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અને રિપીટર વિદ્યાર્થીઓને સ્થાનિક કક્ષાએ પણ પરીક્ષાની સુવિદ્યા ન આપને મહુવાના વિદ્યાર્થીઓને બોર્ડે અન્યાય કર્યો છે.

જાણે કે રિપીટર વિદ્યાર્થીઓને કોરોનાનો ચેપ લાગતો ન હોય. મહુવાના વિદ્યાર્થીઓના પ્રશ્ને તાત્કાલિક ધોરણે સંવેદનશીલ મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી અને બોર્ડના ચેરમેન મહુવાના વિદ્યાર્થીઓને ન્યાય અપાવી શકશે ખરા? તેવો પ્રશ્ન ધો.12ના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉભો થવા પામેલ છે.પ્રતિવર્ષ રિપીટર, આઇસોલેટેડ વિદ્યાર્થીઓની પરીક્ષા સ્થાનીક કક્ષાએ યોજાતી હતી.

કોરોના મહામારીમાં વિદ્યાર્થીઓને રાહત આપવાના બદલે 100 કિ.મી. દુર પરીક્ષા આપવા બોલાવવામાં આવે. તે બાબત કોઇપણ સંજોગોમાં વ્યાજબી ગણાવી શકાય નહી. આથી તાત્કાલિક ધોરણે ધો.12ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને મહુવા કેન્દ્ર ફાળવવા ઉગ્ર માંગ ઉભી થવા પામી છે.

1500થી 2000 છાત્રોના ભાવિનો પ્રશ્ન
કોરોના મહામારીના કારણે બસના ઘણા રૂટ બંધ હોય વિદ્યાર્થીઓ પરીક્ષાના સમયે ભાવનગર પહોચી શકે તે માટે એસ.ટી. તંત્રએ પણ મહુવાથી ભાવનગર જવા અને ભાવનગર થી મહુવા આવવા પાંચ-પાંચ સ્પેશિયલ વિદ્યાર્થીઓ માટે કન્સેશન રેટ થી શરૂ કરવામાં આવે તો જ મહુવા પંથકના 1500 થી 2000 વિદ્યાર્થી ભાઇ/બહેનો સમયસર ભાવનગર પહોચી પરીક્ષા આપી શકશે.

અન્ય સમાચારો પણ છે...