કોરોના બેકાબૂ:તંત્રની બેદરકારીને કારણે મોતના વધતા બનાવો

મહુવાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તંત્રની બેદરકારીના કારણે તલગાજરડા ગામે તા.1/9ના જાનવીબેન દિનેશભાઇનું તરેડ-તલગાજરડા રોડ ઉપર આવેલ નાળા ઉપર મૃત્યુ થયેલ હતુ એવો જ બનાવ તા.25/9ના આજ પુલ ઉપરથી તલગાજરડા ગામના વિપુલભાઇ જેરામભાઇ કળસરીયાનું મૃત્યુ થયેલ જે બાબતે નાયબ કાર્યપાલક એન્જીનિયર માર્ગ મકાન(મ.મા) દ્વારા કોઇજાતની તકેદારી રૂપે કામગીરી ન કરેલ હોવાથી આ બનાવ ફરીવાર બનવા પામેલ છે. માત્ર ખાલી પુલની એક સાઇડે રીલીંગ બનાવી આપેલ હોત તો જે બનાવમાં કળસરીયા વિપુલભાઇનું મૃત્યુ થયેલ તે કદાચ ન થયુ હોત.આ બાબતે ગ્રામ પંચાયતે પણ નાયબ કાર્યપાલકને તા.11/9ના લેખીતમાં રજુઆત કરેલ હતી તેમ છતા કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા તલગાજરડા ગામના બાળકનુ મૃત્યુ થવા પામેલ છે. સ્થળ ઉપર તપાસ કરી જવાબદારો સામે સખત કાર્યવાહી કરવા મનસુખભાઇ શિયાળે પત્ર દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...