તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકાર્પણ:મહુવા ધારાસભ્ય હસ્તે 2 PHC 8 પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

170 મહુવા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે કરોડો રૂપિયાના માતબાર ખર્ચે બનેલ 8 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવ નિર્મિત મકાનનું લોકાર્પણ કર્યુ હતુ. મહુવા, વાલોડ અને બારડોલીમાં મહુવા ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાની રજુઆત આધારે સરકાર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે કરોડોની ગ્રાંટ ફાળવી હતી.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ભુમિ પૂંજન કરી મહુવા ધારાસભ્ય મોહનભાઈએ ઝડપભેર કામગીરી શરૂ કરાવી હતી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પેટા આરોગ્ય કેન્દ્રનુ મકાન સંપૂર્ણ તૈયાર થયા બાદ શુક્રવારે મહુવા ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે 8 મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખરવાણ, પેટા આરોગ્ય કેન્દ્ર ફૂલવાડી,પેટા આરોગ્ય કેન્દ્ર કવિઠા, પેટા આરોગ્ય કેન્દ્ર ઓંડચ,પેટા આરોગ્ય કેન્દ્ર પથરોણ, પેટા આરોગ્ય કેન્દ્ર બોરીયા, પેટા આરોગ્ય કેન્દ્ર સુરાલી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંસકુઈનુ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.

મહુવા ધારાસભ્ય દ્વારા ઉપસ્થિત જનતાને વિકાસના કામો અંગે વિગતવાર માહિતી આપી હતી.કાર્યક્રમમા મહુવા ધારાસભ્ય ઉપરાંત જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન જીનેશભાઈ ભાવસાર, તાલુકા ભાજપ પ્રમુખ હિતેશભાઈ નાયક,ભાવિનભાઈ નાયક,મહુવા તાલુકા પંચાયત પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ, ઉપપ્રમુખ વૈશાલીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...