તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષિકાર્ય:વર્ષાની પધરામણી હાથવેંતમાં જગતનો તાત વાવણીમાં જોતરાયો

મહુવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખેતરમાં ધરૂ નાંખી તૈયારી કરતા કોષના ખેડૂત - Divya Bhaskar
ખેતરમાં ધરૂ નાંખી તૈયારી કરતા કોષના ખેડૂત

કૃષક કાગડોળે વરસાદની રાહ જોતો હોય છે.વરસાદના આગમન પહેલાં જ કૃષિકાર્ય સાથે જોડાયેલા લોકો જમીન તૈયાર કરી જે તે પાક નાંખવાના યોગ્ય સમયની રાહ જોતા હોય છે. સમય આવતાં વાવણી શરુ થઈ જતી હોય છે.દક્ષિણ ગુજરાતના ઘણા ખેડૂતો વરસાદી પાક તરીકે ડાંગરનો પાક લેતા હોય છે.

ડાંગરનું ધરુવાળિયું તૈયાર કરવા માટે સૌપ્રથમ જે જગ્યા નક્કી કરી હોય ત્યાં સુકાઈ ગયેલાં પાંદડાં તેમજ અન્ય કચરો સળગાવી ‘ડાઘ’ પાડવામાં આવે., ત્યાર બાદ ખેડ કરી માટીને બારીક બનાવાય છે. જ્યારે ધરુ ઉખડીને ફેરરોપણી કરવાની થાય ત્યારે ધરુવાળિયામાં થોડું પાણી હોવું આવશ્યક હોવાથી પહેલાંથી જ ફરતે નાની પાળી પણ તૈયાર કરી દેવામાં આવે છે.

મહુવા તાલુકામાં કેટલાક દિવસોથી અમીછાંટણા થયા કરે છે. હવે એક-બે દિવસથી ઘનઘોર વાદળો ઘેરાતાં ક્યાંક ક્યાંક વરસાદી ઝાપટાં શરુ થઈ જતાં ધરતીપુત્રોએ વાવણીની તૈયારી આરંભી દીધી છે.ધરુવાળિયું તો તૈયાર હોય જ! તૈયાર કરેલ જગ્યામાં ભાતનું તરુ નાંખી એની ઉપર પરંપરાગત રીતે રાખ નાંખી જીવ-જંતુઓ બિયારણથી દુર રખાય છે. કેટલાક ખેડૂતો હજુ પણ પરંપરાગત પદ્ધતિથી વાવણી કરતા જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...