તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી જંગ:મહુવામાં વોર્ડ નંબર એકમાં બે સગા ભાઇઓ કોંગ્રેસ-ભાજપમાં સામસામે

મહુવા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • મહુવા પાલિકાની ચૂંટણીમાં ભાજપે 8 અને કોંગ્રેસે 4 ઉમેદવારો રિપિટ કર્યા

મહુવા નગરપાલીકાની ચૂંટણીમાં નગર સેવક તરીકે ઉભા રહેલ ઉમેદવારોમાં ભાજપે 6 ગઇ ટર્મમાં જીતેલા અને 2 હારેલા ઉમેદવારોને રીપીટ કર્યા છે અને 28 ઉમેદવારો નવા છે. જયારે આ 28 પૈકી 5 ઉમેદવારો ભાજપ પરિવારના છે અને 1 ઉમેદવાર ભારાકોમાંથી ભાજપમાં પ્રવેશેલ ઉમેદવાર છે. ભારાકોએ 4 ઉમેદવારો રીપીટ કર્યા છે અને 8 નવા ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જયારે મહુવા વિકાસ સમિતિ એટલેકે સમાજવાદી પાર્ટીના 24 ઉમેદવારો પૈકી કેટલાક ઉમેદવારો ભાજપા માંથી અલગ પડેલ જુથના પણ સામેલ છે.

હત્વની બાબત એ છે કે, ભારાકોનો ગઢ ગણાતા વોર્ડ નં.1માં ઉભા ઉમેદવારો સર્વાઘિક 12 છે. અને બે સગાભાઇઓ પણ ઉભા છે એક ભાઇ ભાજપમાંથી તો બીજો ભાઇ ભારાકોમાંથી.જેથી તે કુટુંબમાં બન્ને હાથમાં લાડવો જેવી સ્થિતિ સર્જાય છે. ભાજપ જીતે કે ભારાકો જીતે કુટુંબમાં નગરસેવક નક્કી અત્યારથી જ થઇ ગયા તેવી ચર્ચા આ વોર્ડમાં ચાલી રહી છે. વોર્ડ નં. 2, 6,7 અને 8 માં 8 ઉમેદવારો મેદાનમાં છે આથી ભારાકો અને વિકાસ સમિતિ સાથે ભાજપનો સિધ્ધો ટકરાવ થશે.

જયારે વોર્ડ નં. 3,4,5 અને 9 માં 9 ઉમેદવારો મેદાનમાં હોય ભારાકો અને વિકાસ સમિતિ સાથે ભાજપનો સિધ્ધો ટકરાવ થશે પરંતું આમ આદમી પાર્ટી અને અપક્ષના ઉમેદવારો જો પુરૂં જોર આપે અને નોંધપાત્ર મત મેળવે તો પેનલમાં ભંગાણ સર્જાવનો ખતરો પણ જોવાઇ રહ્યોં છે. એકંદરે મહુવા નગરપાલીકામાં 9 વોર્ડની 36 સીટ ઉપર 80 ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે. જેમાં ભાજપાના 36, ભારાકોના 12, સમાજવાદીપાર્ટી(મહુવા વિકાસ સમિતિ)ના 24, આમઆદમી પાર્ટીના 5 અને અપક્ષ 3 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો