વિચિત્ર ઘટના:સુરતના મહુવામાં યુવક પુલ પરથી 2 વખત નદીમાં કૂદ્યો, પરંતુ તરીને બહાર આવી ગયો, ત્રીજી વાર ફરી ઝંપલાવ્યું તો GRD જવાને બચાવી લીધો

મહુવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
યુવક નદીમાં કૂદ્યો. - Divya Bhaskar
યુવક નદીમાં કૂદ્યો.

મહુવા તાલુકાના આંગલધરા ગામે રહેતો ગુલાબભાઈ ખાલપભાઈ પટેલ (48) રવિવારે સવારે ઘરેથી દૂધ ભરવા માટે દૂધ મંડળી આવ્યો હતો. ત્યાર બાદ અનાવલના શુકલેશ્વર મહાદેવ મંદિર નજીક કાવેરી નદીના પુલ પર આવ્યો હતો અને સાઇકલ મૂકી પુલ પરથી નીચે ઝંપલાવ્યું હતું. ત્યાર બાદ તરતાં તરતાં કિનારે આવી બહાર નીકળ્યો હતો અને ફરી પુલ પર આવી પાણીમાં બીજી વખત પડતું મૂક્યું હતું.

યુવક નદીમાં ફરી કૂદ્યો.
યુવક નદીમાં ફરી કૂદ્યો.

લોકોએ આ અંગે તાત્કાલિક અનાવલ ઓપીમાં જાણ કરતાં જીઆરડી જવાન કીર્તિભાઈ સ્થળ પર પહોંચી ગયો હતો, એટલી વારમાં ફરી ગુલાબ પટેલ ફરી તરીને બહાર નીકળી, ત્રીજી વખત પુલ પર ચઢીને પાણીમાં પડતું મૂક્યું હતું. આ જોતાં જ જીઆરડી જવાન પણ પાછળ જ ઝમ્પ લગાવી યુવકને બહાર કાઢ્યો હતો. યુવક માનસિક રીતે અસ્વસ્થ હોવાથી આવું પગલું ભર્યું હોવાની હકીકત પોલીસે જણાવી હતી, જ્યારે યુવકના પરિવારે કહ્યું હતુ કેસ ગુલાબભાઈને માથું ભારે થઈ ગયું હોવાથી નાહવા માટે પુલ પર કૂદ્યો હતો.

GRD જવાને ત્રીજી વખતમાં બચાવી લીધો.
GRD જવાને ત્રીજી વખતમાં બચાવી લીધો.

ઘરેથી 10 હજાર લઈને ભાગેલો પતિ પત્નીએ પીછો કરતાં બ્રિજ પરથી કૂદ્યો
વલસાડમાં ધરમપુર રોડ ઉપર માટલા વેચવાનો ધંધો કરતી એક મહિલાના પતિએ પોતાની જ પત્નીએ બચત કરેલા રૂ.10 હજાર લઇને ભાગી જતાં પત્નીએ પીછો કર્યો હતો.તેનાથી ગભરાઇને તેણે નજીકના નવા રેલવે ઓવરબ્રિજ પરથી કૂદકો મારી દેતાં નીચે માઢીના ઢગલા પર પટકાયો હતો. જોકે વરસાદના કારણે માટી નરમ હોવાથી બચી ગયો હતો.

વલસાડ ધરમપુર રોડ ઉપર એક મહિલા પોતાના પરિવાર સાથે માટલા વેચીને ગુજરાન ચલાવે છે. તેણે માટલા વેચીને થોડા થોડા પૈસા બચત કરીને ઘરમાં રાખ્યા હતા. દરમિયાન તેના પતિ વિદ્યાનંદે પત્નીએ બચાવેલા રૂ.10 હજાર લઇ લીધા. પત્નીએ ના પાડી છતાં પૈસા લઇને નજીકના રેલવે ઓવરબ્રિજ તરફ ભાગતો હતો ત્યારે આ મહિલાએ તેની પાછળ દોડીને પીછો કરતાં પતિ પકડાઇ જવાની બીકે ગભરાઇ ગયો હતો અને તેણે નવા ઓવરબ્રિજ પરથી નીચે ઝંપલાવી દેતાં માટીના ઢગલા પર પટકાયો હતો. જોકે વરસાદને કારણે નરમ માટી હોવાથી તે બચી ગયો હતો. તેની પીઠના ભાગે માર લાગતાં તેને 108માં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો.