તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:મહુવાના કતપર ગામે સિંહોએ 5 પશુઓનું મારણ કરતા ફફડાટ

મહુવા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ સિંહોએ 5 ગાય-વાછરડા પર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા

ભાવનગર જિલ્લામાં સિંહ દિપડાને જાણે માફક આવી ગયું હોય તેમ ુવા, પાલિતાણા, ગારિયાધાર, તળાજા વગેરે વિસ્તારોને પોતાનુ઼ રહેણાંક બનાવી દીધું છે અને અવાર નવાર સીમ-વાડી વિસ્તારમાં દિવસમાં ગમે ત્યારે આવી ચડી પશુઓ -માનવીઓ પર જીવલેણ હુમલાઓ કરતા પશુપાલકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.મહુવાના સથરા બીડમાં વર્ષોથી વસવાટ કરતા સિંહોએ કતપર ખાતે 5 ગાય-વાછરડાનું મારણ કરતા પશુપાલકોમાં ભય ફેલાયો છે.

મહુવા તાલુકાના કતપર ગામના ખોડાભાઇ મેપાભાઇ બાંભણીયાના 5 જીવ ગાય-વાછરડાને ત્રણ સિંહે મારણ કર્યુ હોવાનુ જાણવા મળેલ છે. ત્રણ જીવ વાછરડા સ્થળ ઉપર મૃત્યુ પામેલા મળી આવ્યા હતા અને બે જીવને જનાવર ખેંચીને લઇ ગયા હતા. આ ઘટનાની જાણ થતા મહુવા આર.એફ.ઓ.ગાર્ડ બી.જી. મહિડા અને સ્ટાફે સ્થળ ઉપર જઇ પંચનામુ રોજકામ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

અન્ય સમાચારો પણ છે...