તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:બોરીયામાં કોંગ્રેસ-ભાજપના કાર્યકરો આપમાં જોડાયા

મહુવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કાર્યકરો કોરોના ભૂલી માસ્ક વગર જ ટોળે વળ્યા - Divya Bhaskar
કાર્યકરો કોરોના ભૂલી માસ્ક વગર જ ટોળે વળ્યા

મહુવા તાલુકાના બોરીયા ગામે આમ આદમી પાર્ટીની મિટિંગ યોજાઈ હતી, જે મિટિંગમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ તેમજ ભાજપના કાર્યકરો આપમાં જોડાયા હતા.

આપના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો ગુજરાતના પ્રવાસના આગલા દિવસે મહુવા તાલુકાના બોરીયા ગામે રવિવારે સાંજે આમ આદમી પાર્ટીના કાર્યકરોની મિટિંગ યોજાઈ હતી, જેમાં મહુવા તાલુકા કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમા જોડાયા હતા.અને ઝાડુ પકડી આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો હતો. આ કાર્યક્રમમાં કાર્યકરો જાણે કોરોનાને ભૂલી ગયા હોય તેમ લાગી રહ્યુ છે. આપના કાર્યકરો દ્વારા સોશિયલ ડિસ્ટનસિંગ અને માસ્ક પહેરવાનું ભૂલ્યા હતા અને ટોળુ થઈ ફોટો સેશન પણ કરાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...