તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કાળ:અનાવલમાં એક જ પરિવારના 3 સભ્યને કોરોના ભરખી ગયો

મહુવા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
અનાવલ ગામે એક જ પરિવારના ત્રણ સભ્યોના અવસાન બાદ મંગળવારે બજારો સ્વયંભૂ બંધ રહ્યું હતુ. - Divya Bhaskar
અનાવલ ગામે એક જ પરિવારના ત્રણ સભ્યોના અવસાન બાદ મંગળવારે બજારો સ્વયંભૂ બંધ રહ્યું હતુ.
 • સહકારી અગ્રણીના અવસાનથી અનાવલ બજાર સ્વયંભૂ બંધ

કોરોના અનાવલ ગામે રહેતા પતિ, પત્ની અને પુત્રને ભરખી જતા પરિવાર સાથે ગ્રામજનોમાં પણ શોકની લહેર ફેલાઈ હતી. બે દિવસમાં પરિવારના ત્રણ સભ્યોના મોતથી પરિવાર વેર વિખેર થઈ ગયો હતો. આ ઘટનાને લઈ વેપારીઓએ બજાર બંધ રાખ્યુ હતુ.

અનાવલના મુસ્લિમ આગેવાનના પરિવારના 24 કલાકમાં જ ત્રણ સભ્યોના નિધન થતા ગામમાં શોકનો માહોલ છવાયો છે. પત્ની નઝમાબેન શેખનું સોમવારે અવસાન થયા બાદ મંગળવારે પતિ રફ્યુદ્દીન શેખ અને પુત્ર નઈમભાઈ શેખનું હોસ્પિટલમાં અવસાન થયુ હતુ. પિતાના મોત બાદ સાત મિનિટ પછી જ પુત્રનું પણ મૃત્યુ થયુ હતુ. મહુવાના અનાવલ ગામના સહકારી તેમજ મુસ્લિમ સમાજના આગેવાન રફ્યુદ્દીનભાઈ ગુલાબમિયાં શેખના પત્ની નઝમાબેન પોઝિટિવ આવતા હોમ ક્વોરોન્ટાઈન હતા અને ત્યારબાદ નઈમભાઈ શેખ પણ પોઝિટિવ આવતા તેમને પ્રથમ સુરત ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ નવસારી ખસેડવામાં આવ્યા હતા.

બે દિવસ પહેલા રફ્યુદ્દીનભાઈ શેખની પણ તબિયત લથડતા તેમને નવસારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સોમવારે 75 વર્ષીય નજમાબેન શેખનું નિધન થયા બાદ મંગળવારે 78 વર્ષીય પિતા રફ્યુદ્દીન શેખ અને 51 વર્ષીય પુત્ર નઈમભાઈ શેખનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો